Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હૈદરાબાદમાં મક્કા મસ્જિદ બોમ્બ બ્લાસ્ટ કેસ અસીમાનંદ સહિત પાંચ આરોપીઓ નિર્દોષ

- મક્કા મસ્જિદમાં શુક્રવારની નમાઝ વખતે ૨૦૦૭માં બોમ્બ બ્લાસ્ટ થયો હતો

- અસીમાનંદ સહિત પાંચ આરોપી નિર્દોષ જાહેર થયા પછી હૈદરાબાદમાં એલર્ટ : ૩૦૦૦ જવાનો તૈનાત

- મક્કા મસ્જિદ કેસનો ચુકાદો આવ્યા પછી NIA કોર્ટના જજ રવિંદર રેડ્ડીએ 'અંગત કારણોસર' રાજીનામું આપ્યું

(પીટીઆઈ)   હૈદરાબાદ, તા.16 એપ્રિલ 2018, સોમવાર

હૈદરાબાદમાં મક્કા મસ્જિદમાં ૨૦૦૭માં થયેલા બોમ્બ ધડાકા કેસના તમામ પાંચ આરોપીઓને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની વિશેષ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટના ચૂકાદા પછી હૈદરાબાદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા એલર્ટ જારી કરાયો હતો.

હૈદરાબાદની મક્કા મસ્જિદમાં ૧૮ મે, ૨૦૦૭ના દિવસે શુક્રવારની નમાઝ વખતે બોમ્બ ધડાકો થયો હતો. તેમાં ૯ લોકોના મોત થયા હતા અને ૫૮ને ઈજા થઈ હતી. એ કેસની તપાસ શરૃઆતમાં સીબીઆઈ દ્વારા થતી હતી. તે પછી ૨૦૧૧માં NIAને તપાસ સોંપવામાં આવી હતી. મસ્જિદના બોમ્બ બ્લાસ્ટ કેસમાં કુલ પાંચ આરોપીઓ ઉપર આરોપનામુ ઘડાયું હતું.

NIAની વિશેષ કોર્ટમાં કેસની સુનાવણી થઈ હતી. તપાસ એજન્સી NIAને આરોપીઓ વિરૃદ્ધ કોઈ પુરાવા મળ્યા ન હોવાથી વિશેષ કોર્ટે સ્વામી અસીમાનંદ, લોકેશ શર્મા, ભારત મોહનલાલ રત્નેશ્વર, રાજેન્દ્ર ચૌધરી અને દેવેન્દ્ર ગુપ્તા - એમ પાંચ મુખ્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

કોર્ટના ચૂકાદા પછી હૈદરાબાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એલર્ટ જારી કરવામાં આવ્યો હતો. કોમી હિંસા ન ભડકે તે માટે પોલીસે ચાંપદો બંદોબસ્ત ગોઠવ્યો છે. સંવેદનશીલ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસે અર્ધલશ્કરી દળોના ૩૦૦૦ જવાનોને ગોઠવ્યા હતા. પોલીસે સંવેદનશીલ સ્થળોની સીસીટીવી કેમેરાથી નિગરાની શરૃ કરી હતી.

દરમિયાન મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસનો ચૂકાદો આપનારા NIA કોર્ટના જસ્ટિસ રવિંદર રેડ્ડીએ અંગત કારણોથી રાજીનામુ આપ્યું હતું. આંધ્રપ્રદેશના હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસને NIAના વિશેષ કોર્ટના ન્યાયધિશ રવિંદર રેડ્ડીએ રાજીનામુ મોકલી આપ્યું હતું.

મક્કા મસ્જિદ બોમ્બ બ્લાસ્ટના ચૂકાદા પછી રાજકારણમાં ગરમાવો
મક્કા મસ્જિદના ચુકાદાથી કોંગ્રેસનું મુસ્લિમ તુષ્ટીકરણનું રાજકારણ સાબિત થયું :ભાજપ
હિન્દુ આતંકવાદ, કેસરિયા આતંકવાદ જેવા અપમાન બદલ સોનિયા અને રાહુલ ગાંધી દેશની માફી માગે :સંબિત પાત્રા

હૈદરાબાદની મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસનો ચૂકાદો આવ્યો અને પાંચેય આરોપીઓ નિર્દોષ જાહેર થયા તે પછી રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ભાજપે કોંગ્રેસ ઉપર મુસ્લિમ તુષ્ટીકરણના રાજકારણનો આક્ષેપ કર્યો હતો અને માફી માગવાની માગણી કરી હતી.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટીકરણની રાજનીતિ કરે છે તે વાત ફરી એક વખત જગજાહેર થઈ છે.

ભાજપના પ્રવક્તાએ આરોપ મુક્યો હતો કે કોંગ્રેસે કોમવાદી રાજકારણને હવા આપી હતી. હિન્દુ આતંકવાદ અને કેસરિયા આતંકવાદ જેવું અપમાન કરવા બદલ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશની જનતાની માફી માગવી જોઈએ તેવી માગણી પણ ભાજપે કરી હતી.

સંબિત પાત્રાએ કહ્યું હતું કે હિન્દુધર્મને બદનામ કરવા બદલ કોંગ્રેસે અને ખાસ તો રાહુલ ગાંધીએ રાત્રે ૧૨ વાગ્યે ઈન્ડિયા ગેટ ઉપર જઈને ક્ષમા યાચના કરવી જોઈએ.

Post Comments