Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કઠુઆ-ઉનાવ બળાત્કાર મુદ્દે દિલ્હી સહિત દેશભરમાં ઉગ્ર દેખાવો

- નિર્ભયા કાંડ પછી પણ સરકાર કુંભકર્ણ નિદ્રામાં

- મહિલાઓ અને દલિત પર અત્યાચારના વિરોધમાં હજારો લોકો રસ્તા પર

- રાજધાનીમાં જંતરમંતર અને સંસદ સ્ટ્રીટમાં 'નોટ ઇન માય નેમ' માર્ચ યોજાઇ

- લખનઉમાં હજારો લોકોએ યોગી સરકારને બરતરફ કરી રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી

નવી દિલ્હી/લખનઉ/મુંબઇ તા.15 એપ્રિલ 2018, રવિવાર

કઠુઆમાં  આઠ વર્ષીય બાળકી આસિફા સાથે સામૂહિક બળાત્કાર તેમજ ઉનાવમાં ૧૭ વર્ષીય યુવતી સાથે ભાજપના નેતાના બળાત્કારની ઘટના પછી આખો દેશ શર્મસાર છે. આરોપીઓ વિરુદ્ધ દેશભરમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. નવી દિલ્હી, લખનઉ અને મુંબઇ સહિતના અનેક શહેરોમાં આસિફાને ઝડપી ન્યાય મળે એ માટે હજારો લોકો સમર્થનમાં ઉતર્યા હતા. આ કેસના કારણે વિદેશોમાં પણ ભારતની છબિ ખરડાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાને શરમજનક ગણાવીને ટીકા કરી છે.

નવી દિલ્હીમાં સિવિલ સોસાયટી સહિતના અનેક લોકો જંતરમંતર પર આસિફાના ન્યાય માટે રસ્તા પર ઉતર્યા હતા, જેમાં પુરુષો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન્સ સહિત ટ્રાન્સજેન્ડરો પણ જોડાયા હતા. સંસદ સ્ટ્રીટમાં પણ લોકોએ 'નોટ ઇન માય નેમ' નામે એક માર્ચ યોજી હતી, જેમાં મહિલાઓ, દલિતો અને આદિવાસીઓ પર વધી રહેલા અત્યાચાર મુદ્દે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. મુંબઈમાં પણ હજારો લોકોએ કેન્ડલ માર્ચ યોજીને સ્ત્રીઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસા મુદ્દે મજબૂત રીતે લોકઅવાજ ઉઠાવવાની માગ કરી હતી.

આ દરમિયાન ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંઘ સેંગરની વિરુદ્ધમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા. સેંગરના ભાઇએ પીડિતાના પિતાને ઢોર માર માર્યો એ મુદ્દે લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કરીને યોગી સરકારની બરતરફીની માંગ કરી હતી.

ઉત્તરપ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલી હિંસા તેમજ દલિત, આદિવાસી અત્યાચારની વિરુદ્ધમાં લોકોએ રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી હતી. એક્ટિવિસ્ટ જૂથના સભ્યોએ કહ્યું હતું કે, બળાત્કારીઓ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે શીખ કોણ પણ હોય- તેને કડકમાં કડક સજા થવી જોઈએ.

આ દરમિયાન નિવૃત્ત આઈપીએસ અધિકારી અમિતાભ પાંડેએ નિવૃત્ત સરકારી અધિકારીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખેલો પત્ર વાંચ્યો હતો. આ પત્રમાં માંગ કરાઈ હતી કે, વડાપ્રધાને કઠુઆ અને ઉનાવની પીડિતાના પરિવારજનોને મળીને દેશવતી માફી માંગવી જોઈએ.

Post Comments