Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તમિલનાડુ વિધાનસભામાં 20 સપ્ટેમ્બર પહેલા ફ્લોર ટેસ્ટ યોજવો નહીં: મદ્રાસ હાઈકોર્ટ

- AIADMKમાંથી હકાલપટ્ટી પામેલા દિનાકરને હાઈકોર્ટમાં અરજી કરી હતી

તમિલનાડુ, તા. 14 સપ્ટેમ્બર 2017 ગુરુવાર

AIADMKથી કાઢી મૂકાયેલા દિનાકરન તમિલનાડુ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની માંગણીને લઈને એક અરજી કરી હતી જેના પર મદ્રાસ હાઈકોર્ટેનો ચુકાદો આવી ગયો છે. હાઈકોર્ટે કહ્યું કે 20 સપ્ટેમ્બર પહેલા વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાઈ શકાશે નહીં. સાથે સાથે મદ્રાસ હોઈકોર્ટે એડવોકેટ જનરલને સ્પષ્ટીકરણ કરવાનું કહ્યું કે શું અધ્યક્ષ પી ધનપાલ 19 સભ્યોને અયોગ્ય જાહેર કરવા જઈ રહ્યા છે.

આ અગાઉ તે રાજ્યના ગર્વનર પાસે સતત માંગ કરતા રહ્યા હતા. જોકે શશીકલાના પાર્ટીના મહાસચિવ સહિત બધા પદ છીનવાઈ ગયા છે. આ સિવાય દિનાકરનને પણ પાર્ટીથી કાઢી નાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પલાનીસામી તરફથી બોલાવવામાં આવેલી પાર્ટીના જનરલ કાઉન્સિલની બેઠકમાં મંગળવારે આ નિર્ણય લેવાયો છે.

આના મુખ્યમંત્રી પલાનીસામી અને ડેપ્યુટી સીએમ પનીરસેલ્વમે કેટલીય બેઠકો કરી હતી. જેમાં બંનેને બહાર નિકાળવા માટે આ બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યુ હતુ. જોકે પાર્ટીએ એવો પણ નિર્ણય લીધો કે શશીકલા અને દિનાકરન દ્વારા લીધેલા બધાં નિર્ણયો પાર્ટીમાં માન્ય રહેશે નહીં.

જોકે શશીકલા આવકની સરખામણીમાં વધારે સંપત્તિ હોવાના કારણે જેલમાં છે અને દિનાકરન લાંચના આરોપસર સીબીઆઈની તપાસનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની ઉપર ચૂંટણીના ચિહ્નને લઈને લાંચના આરોપ લાગેલો છે. જ્યારે શશીકલાના પતિ મલ્ટીપલ ઓર્ગન ફેલરના કારણે આઈસીયુમાં દાખલ છે.

Post Comments