Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આલ્બર્ટ આઇન્સ્ટાઇન વિશે થયો મોટો ખુલાસો, 'આલ્બર્ટ આઇન્સ્ટાઇન નસ્લવાદી હતા'

- આઇન્સ્ટાઇનની જાહેર કરવામાં આવેલ ટ્રાવેલ ડાયરીમાંથી થયો ખુલાસો

નવી દિલ્હી, તા. 14 જુન 2018, ગુરુવાર

દુનિયાના પ્રખ્યાત ભૌતિક વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન વિશે એક મોટો ખુલાસો થયો છે. પ્રિંસટન યુનિવર્સિટી પ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલી આઇન્સ્ટાઇનની ટ્રાવેલ ડાયરીથી જાણવા મળ્યું છે કે, તેઓ દુનિયામાં માનવ અધિકારની ભલે વાતો કરતા રહ્યાં પરંતુ તેઓ પોતે પણ નસ્લવાદી પ્રવત્તિનો શિકાર હતાં.

ગાર્જિયન પ્રમાણે, નાઝીઓની ક્રુરતા વચ્ચે આઇન્સ્ટાઇન જર્મની છોડી અમેરીકા આવી ગયા હતા જ્યાં તેમણે ન્યૂ જર્સીને પોતાનું ઘર બનાવી લીધું હતું. ત્યાં જ્યારે એડોલ્ફ હિટલર અને નાઝી પાર્ટીને ઉદય થયો તો જર્મનીમાં જન્મેલાં અલ્બર્ટ આઇન્સ્ટાઇન વર્ષ 1933માં દેશ છોડીને અમેરીકા ચાલ્યા ગયા હતા.

અહીં તેમણે કાળા અને ગોરા લોકો વચ્ચેના ભેદને જોયો હતો. તેથી આ મહાન વૈજ્ઞાનિકે પેનીસિલ્વેનિયાના લિંકન યુનિવર્સિટીમાં પોતાના એક સંબોધનમાં કહ્યું હતું કે, અમેરીકામાં કાળા અને ગોરામાં ઘણું અંતર છે. આ અંતર ગોરા લોકોની બિમારી નથી પરંતુ ગોરા લોકોએ તેને વધાર્યો છે. હું આ મતભેદને લઇને ક્યારેય ચૂપ નહી રહૂં.

તેમની આવી વાતોને કારણે સ્પષ્ટ થાય છે કે, તેઓ નસ્લવાદની વિરોધમાં છે. તેમની ટ્રાવેલ ડાયરીમાં જણાવવામાં આવ્યું છે કે, યાત્રા દરમિયાન આઇન્સ્ટાઇને સિંગાપોર, ચીન, જાપાન, શ્રીલંકા, અને કેટલાંક અઠવાડિયા સ્પેન રહ્યાં. ડાયરી પ્રમાણે આઇન્સ્ટાઇને આ દેશોના લોકો પર ઘણી નસ્લવાદી ટીપ્પણીઓ કરી. ચીન વિશે તેમણે લખ્યું કે, ચીનના લોકો મહેનતું હોય છે પરંતુ તેઓ ગંદા હોય છે અને થોડાં મંદબુદ્ધિ હોય છે.

પોતાની ડાયરીમાં તેમણે લખ્યું, ચીનના બાળકો સુસ્ત અને નિષ્પ્રાણ હોય છે. બીજી નસ્લના લોકોને જોયા બાદ આ ચીની લોકોને જોઇને મને દયા આવે છે. તેમજ પોતાની ડાયરીના અન્ય એક લેખમાં લખ્યું કે, ચીન એક અસાધારણ સમુહ જેવો દેશ છે અને અહીંના લોકો મશીની માનવની જેવાં લાગે છે. જે બાદ શ્રીલંકાના કોલંબો શહેર વિશે લખ્યું કે, ત્યાંના લોકો કેટલી ગંદગીમાં રહે છે. તેમનું જીવન કેટલું નિમ્ન સ્તરનું છે, ઓછામાં ગુજરાન ચલાવે છે અને તેમાં ખુશ પણ છે.

Post Comments