Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એરસેલ-મેક્સિસ કેસ : કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

- ચાર્જશીટમાં ભૂતપૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે

નવી દિલ્હી, તા. 13 જૂન 2018, બુધવાર

EDએ એરસેલ-મેક્સિસ ડીલ સાથે સંકળાયેલા મની લૉન્ડ્રિંગના કેસમાં કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી દીધી છે.

EDએ આ કેસમાં ભૂતપૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમના દિકરા વિરુદ્ધ પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે.

ચાર્જશીટમાં કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ કાવતરું કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ચાર્જશીટમાં કેટલીયવાર પી ચિદમ્બરમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ચાર્જશીટ અનુસાર આ મામલામાં EDએ કુલ 1 કરોડ 16 લાખ 9380 રૂપિયા જપ્ત કર્યા છે. જેમાં 26 લાખ 444 રૂપિયા ફિકસ્ડ ડિપોઝિટના રૂપમાં છે. જ્યારે કાર્તિ ચિદમ્બરમનું એક એકાઉન્ટ સીલ કર્યુ છે જેમાં 90 લાખ રૂપિયા છે. આ ઉપરાંત કાર્તિના એક બીજા એકાઉન્ટને પણ EDએ જપ્ત કરી લીધું છે જેમાં 8,936 રૂપિયા જમા છે.

આ પહેલા મંગળવારે એરસેલ-મેક્સિસ ડીલ સાથે સંકળાયેલા મની લૉન્ડ્રિંગના કેસમાં ED દ્વારા ભૂતપૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમની બીજીવાર લગભગ 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. જો કે, ચિદમ્બરમે એકવાર ફરીથી કહ્યુ છે કે તેમણે કોઇ અપરાધ કર્યો નથી.

ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમના પુત્ર કાર્તિની પણ ED દ્વારા બેવાર પૂછપરછ કરવામાં આવી છે. ચિદમ્બરમે કહ્યુ હતુ કે એફઆઈઆર નોંધાયા વગર તેમની વિરુદ્ધ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Post Comments