Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ECએ શરદ યાદવને આપ્યો ઝાટકો, શરદના પાર્ટી પરના દાવાને નકારી કાઢ્યો

- શરદ યાદવે ચૂંટણી પંચ સમક્ષ પાર્ટી અને ચુંટણી ચિન્હ પર પોતાનો દાવો કર્યો હતો

નવી દિલ્હી, તા. 13 સપ્ટેમ્બર 2017, બુધવાર 
 
જનતા દળ યૂનાઇટેડ (જેડીયૂ)ના બળવાખોર નેતા શરદ યાદવની મુશ્કેલીઓ વધી રહી છે. શરદ યાદવને કેન્દ્રીય ચૂંટણી પંચે એક મોટો ઝાટકો આપ્યો છે. ઇલેક્શન કમિશને જેડીયૂ પર શરદના દાવાને નકારી કાઢ્યો છે.
 
શરદ યાદવે 25 ઑગષ્ટના રોજ ઇલેક્શન કમિશન સામે પાર્ટી અને ચુંટણી ચિન્હ પર પોતાનો દાવો કર્યો હતો. 
 
ઉલ્લેખનીય છે કે બિહારમાં મહાગઠબંધન તૂટ્યા બાદ રાજકીય ગરમાવો હજુ શાંત નથી પડ્યો. બિહારના સીએમ નીતીશ કુમારના રાજદથી અલગ થઇને ભાજપ સાથે સરકાર બનાવવા અને ત્યારબાદ એનડીએમાં સામેલ થયા બાદ જેડીયૂના ભૂતપૂર્વ અધ્યક્ષ શરદ યાદવે વિરોધી તેવર અપનાવી લીધા હતા. ઇલેક્શન કમિશનના સૂત્રો અનુસાર શરદ યાદવ ગ્રુપ દ્વારા પાર્ટી પર દાવો સાબિત કરવા માટે આવશ્યક ડૉક્યુમેન્ટસ આપવામાં આવ્યા ન હતા. 

Post Comments