Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આસામમાંથી ડી.આર.આઇ.એ રૃા. ૪.૫૫ કરોડનું ૧૫ કિલો સોનું ઝડપ્યું

- મૂળ મણિપુરના વતની બે દાણચોર મ્યાંમારથી સોનું લાવ્યા હતા : બન્નેની ધરપકડ

(પી.ટી.આઇ.) ગુવાહાટી, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ (ડી.આર.આઇ.)એ સૌથી મોટા દરોડામાં મણિપુરના બે વ્યક્તિઓ પાસેથી રૃા. ૪.૫૫ કરોડની કિંમતનું ૧૫ કિલો સોનું ઝડપ્યું છે. આ બંને મ્યાંમારથી સોનું દેશમાં લાવ્યા હતા. આરોપીઓ મ્યાંમાર મણિપુર સરહદેથી ૯૦ સોનાની લગડીઓ મણિપુરમાં લાવ્યા હતા. જે બોલેરો કાર મારફતે લઈ જવાતી હતી તેમ અધિકારીએ માહિતી આપી હતી.

બન્ને આરોપીઓની ઓળખ ચોગથમ નેહરૃસિંહ અને અરોન વાંગખૈરાકપમ તરીકે થઈ છે. તે બંને ઇમ્ફાલના રહીશ છે. બન્નેને બામુનિમૈદમ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે ઝડપી લેવાયા હતા. ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન ડી.આર.આઇ. વિભાગે જુદી- જુદી જપ્તીઓમાં રૃા. ૭૫ કરોડની કિંમતનું ૨૫૩ કિલોગ્રામ સોનું ઝડપ્યું છે જે બાંગ્લાદેશ, મ્યાંમાર, ભૂતાનથી દાણચોરી માર્ગે દેશમાં ઘુસાડવા પ્રયાસ થતો હતો ત્યારે ઝડપી લેવાયું હતું. આ જપ્તી પ. બંગાળ અને ઇશાનના રાજ્યોમાંથી કરાઈ હતી.

Post Comments