Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓક્સિજન બંધ કરવાથી નહીં ગંદકીના કારણે બાળકોનાં મોત : યોગીનો લુલો બચાવ

- ગોરખપુર હોસ્પિટલમાં પાંચ દિવસમાં ૬૦થી વધુ બાળકોએ જીવ ગૂમાવ્યો

- ગોરખપુરમાં વર્ષોથી મગજના તાવની મહામારી હોવાનો યોગીનો સ્વીકાર, લોકો સ્વચ્છતા અંગે જાગૃત ન હોવાનો દા

યોગી આદિત્યનાથ ઘટનાની જવાબદારી સ્વીકારી રાજીનામું આપે : વિપક્ષ
વડાપ્રધાન સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા હોવાનો પીએમઓનો દાવો
હોસ્પિટલના વડાને સસ્પેન્ડ કરાયા, તપાસનો આદેશ

નવી દિલ્હી, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના મત વિસ્તાર ગોરખપુરની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા ૩૦ બાળકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જોકે ઓક્સિજન પુરો પાડવામાં નિષ્ફળ સરકાર હવે પોતાનો લુલો બચાવ કરવા લાગી છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મોતનું અતી હાસ્યાસ્પદ કારણ આપતા કહ્યું હતું કે આ બાળકોના મોત ઓક્સિજન બંધ થવાથી નથી થયા પણ સાફ સફાઇ અંગે લોકો અજ્ઞાાન હોવાથી થયા છે.

યોગી આદિત્યનાથે સાથે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે પોતાના જ મત વિસ્તાર ગોરખપુરમાં વર્ષોથી ઇંસેફ્લાઇટિસની મહામારી ફેલાયેલી છે, જે સરકાર સામે મોટો પડકાર છે. તેઓએ જણાવ્યું હતું કે એક સંકટ અને પડકાર આપણી સામે છે અને તેનું નિરાકરણ પણ કાઢવામાં આવ્યું છે. સાથે તેઓએ એક અન્ય હાસ્યાસ્પદ દાવો કરતા કહ્યું હતું કે લોકોમાં સાફ સફાઇ અંગે અજ્ઞાાન હોવાથી આ મોત નિપજ્યા છે.

એક તરફ સરકાર પોતાનો બચાન કરવામાં વ્યસ્ત છે બીજી તરફ બાળકો ટપોટપ મોતને ભેટી રહ્યા છે. અગાઉ ૩૦ બાળકોના મોત થયા છે ત્યારે વધુ છ બાળકો મોતને બેટયા છે. છેલ્લા પાંચ દિવસમાં જ યોગીના મત વિસ્તાર ગોરખપુરમાં સારવારની અપુરતી સુવિધાને કારણે ૬૦ બાળકોનો ભોગ લેવાયો છે. બીજી તરફ હોસ્પિટલના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરાયા છે.

બાળકો મોતને બેટી રહ્યા છે આ સ્થિતિ વચ્ચે અલ્લાહાબાદમાં યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે આ કરુણ ઘટના પાછળ લોકોની જીવનશૈલી જવાબદાર છે, લોકો સ્વચ્છતા નથી રાખતા એટલે મોત થઇ રહ્યા છે. આ સમગ્ર મામલે મેજિસ્ટિરિયલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.  બીજી તરફ પીએમઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર ગોઝારી ઘટના પર વડા પ્રધાન મોદી નજર રાખી રહ્યા છે. આ મુદ્દે વિપક્ષે યોગી આદિત્યનાથ અને કેન્દ્ર સરકારની પણ ભારે ટીકા કરી છે. અને યોગી આદિત્યનાથને પદ પરથી હટાવવાની માગણી કરી છે. સપા, બસપા, કોંગ્રેસ દરેકે આ મુદ્દાને ઉઠાવ્યો હતો.

આ હૉસ્પિટલ નહિ કતલખાનું છે ચાર દિવસનું શિશુ ગુમાવનાર પિતા
ગોરખપુર કરૃણાંતિકામાં માત્ર દિવસનું નવજાત ગુમાવનાર પિતા કિશન ગુપ્તાએ જણાવ્યું હતું કે, તેનું બાળક આજે સવારે બીમાર પડયું અને પોતે ગોરખપુરની આ સૌથી હોસ્પિટલમાં લાવેલો શિશુને આઇસીયુમાં ભરતી કરેલ પરંતુ તેના માટે વેન્ટીલેટર નહોતા. પાંચ કલાક સુધી વેન્ટીલેટર વિના જ બાળક તડપતું રહ્યું અને અંતે મૃત્યુ પામ્યું. બાળકનું નામ હજી પાડયું નહોતું. પોતાના બાળકના મોતથી ભાંગી પડેલા આ પિતાએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, આ મેડિકલ કોલેજ હોસ્પિટલ નથી પણ કતલખાનું છે.

ગોરખપુરમાં ૪૦ વર્ષથી મગજના તાવની મહામારીથી ૧૦,૦૦૦ના મોત
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના મત વિસ્તાર ગોરખપુરમાં છેલ્લા ૪૦ વર્ષથી મગજના તાવની મહામારી ફેલાયેલી છે.  આ બિમારીને કારણે આ જ વર્ષે ૬૦૦ જેટલા બાળકો મોતને ભેટયા છે. ૧૯૭૭માં પહેલી વખત આ જાપાની બિમારી ઇંસેફ્લાઇટિસે દેખા દીધી હતી. છેલ્લા ૪૦ વર્ષમાં ૧૦ હજારથી વધુ બાળકોના મોત નિપજ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી રોજ સરેરાશ ૧૭ બાળકોના મોત નિપજે છે. આ એક પ્રકારનો તાવ છે. જેને કારણે જીવ જોખમાય છે.

Post Comments