Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલ્હી સિરિયલ બ્લાસ્ટના આરોપી યાસીન ભટકલ સામે આરોપો ઘડાયા

- સપ્ટેમ્બર,૨૦૦૮ના બ્લાસ્ટમાં ૨૬ લોકોના જીવ ગયા હતા એ ૧૩૫ ઘાયલ થયા હતા

(પીટીઆઇ) નવી દિલ્હી, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

દિલ્હીમાં સપ્ટેમ્બર, ૨૦૦૮માં કરાયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં દિલ્હીની એક અદાલતે ઇન્ડિયન મુજાહેદીનના સહ-સ્થાપક યાસીન ભટકલ અને તેના સાથીઓ સામે આરોપો ઘડયા હતા. એ વિસ્ફોટમાં ૨૬ લોકો માર્યા ગયા હતા અને ૧૩૫ ઘાયલ થયા હતા. અધિક સેશન જજ સિધ્ધાર્થ શર્માએ ભટકલ અને તેના સાથીદાર અસદુલ્લાહ અખતર સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી આરોપ મૂક્યા હતા. હાલનો કેસ  દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાશ-૧ સંબંધિત છે જ્યાં એમ-બ્લોક માર્કેટમાં નવ લોકો ઘાયલ થયા હતા.

કોર્ટ દ્વારા ફ્રેમ કરવામાં આવેલા આરોપોમાં ભારતીય ફોજદારી ધારાની વિવિધ કલમો જેવી કે   આતંકી પ્રવૃત્તિઓ કરવા ષડયંત્ર ઘડવું અને વિસ્ફોટકો રાખવાનો સમાવેશ થાય છે. હવે આ કેસની સુનાવણી ૨૮ ફેબુ્રઆરીએ ચાલશે. વકીલ એમ.એસ ખાન મારફતે આરોપીઓએ તમામ આરોપોનો ઇનકાર કર્યો હતો અને ટ્રાયલ ચલાવવા કહ્યું હતું. પોલીસે કહ્યું હતું કે ભટકલ અને અખતરે અન્યો સાથે મળીને ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ દિલ્હીમાં અનેક સ્થળે વિસ્ફોટ કર્યા હતા. પોલીસે એમ પણ કહ્યું હતું કે આરોપીઓએ આતંકી પ્રવૃત્તિઓ કરીને  ભારત સરકાર સામે યુધ્ધ છેડયો  હતો.

ભટકલને ૨૮ ઓગસ્ટ, ૨૦૧૩ની રાત્રે  ભારત-નેપાળની સરહદેથી પકડવામાં આવ્યો હતો અને ત્યાર પછી તેને ગ્રેટર કૈલાશ-૧ કેસમાં દિલ્હી પોલીસે તેનો કબ્જો લીધો હતો.કરોલ બાગની ગફ્ફાર ખામ માર્કેટ, બારાખંભા રોડ અને કોનોટ પેલેસ ખાતેના વિસ્ફોટ સબંધમાં તેમની સામે પાંચ કેસ કરાયા હતા. ચાર્જ ફ્રેમિંગ કરવા માટે તમામ પાંચ કેસોને ટ્રાયલ કોર્ટે એક કરી દીધા હતા.

Post Comments