Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે AAP આંદોલન તેજ કરશે: ગોપાલ રાય

- AAP આગામી રવિવારે દરેક વિધાનસભામાં મીટિંગ કરશે અને લોકો સાથે વાતચીત કરશે

નવી દિલ્હી, તા. 12 જુલાઇ 2018, ગુરુવાર

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે આમ આદમી પાર્ટી પોતાનું આંદોલન તેજ કરશે. આમ આદમી પાર્ટી આગામી રવિવારે દરેક વિધાનસભામાં મીટિંગ કરશે અને લોકો સાથે વાતચીત કરશે.

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે આ બાબતે જાણકારી આપી હતી જે મુજબ 1 જુલાઇએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા સમ્મેલન કરવામાં આવ્યું હતું તેમજ વડાપ્રધાનના નામે સહી અભિયાન પણ શરૂ કર્યું હતુ. તેમણે કહ્યું કે, 15 જુલાઇએ દરેક વિધાનસભામાં મીટિંગ કરીશું.

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, ઉપરાજ્યપાલ અને કેંન્દ્ર સરકાર મળીને કામ કરે પરંતુ દિલ્હીમાં દિલ્હીને જે અડધા રાજ્યનો દરજ્જો મળ્યો છે તેને પણ હડપી લેવાયો છે.

તેમણે કહ્યું કે, દિલ્હીના ચૂંટાયેલી સરકારને કામ કરવા દેવામાં નથી આવતું. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાની જરૂરીયાત આજે તે માટે પડી રહી ચે કારણ કે દિલ્હીમાં DDA, પોલીસ અને જમીન હોવા છતાં કેન્દ્ર સરકાર અને ઉપરાજ્યપાલ મળીને બીજા કામમાં અવરોધ લાવી રહી છે.

જ્યારે ગોપાલ રાયે કહ્યું કે અમારે આ આંદોલનને 10 લાખ લોકો વચ્ચે લઇ જવું છે અને અત્યાર સુધીમાં લગભગ સવા લાખ લોકો આ આંદોલનમાં અમારી સાથે જોડાઇ ચૂક્યા છે. આગામી દિવસોમાં વધું લોકોનું અમને સમર્થન મળશે.

Post Comments