Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જજોની પત્રકાર પરિષદથી ન્યાયતંત્રને ભરપાઇ ન થઇ શકે તેવું નુકસાન

- પૂર્વ સોલિસિટર જનરલની પ્રતિક્રિયા

- જજોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવવાની જરૃર ન હતી : સંતોષ હેગડે

હૈદરાબાદ, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

સુપ્રીમ કોર્ટના જજો દ્વારા પત્રકાર પરિષદ બોલાવવાની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા ભારતના પૂર્વ સોલિસિટર જનરલ એન સંતોષ હેગડેએ જણાવ્યું હતું કે આજની ઘટનાથી ન્યાતંત્રને ભરપાઇ ન થઇ શકે તેવું નુકસાન થયું છે.

હેગડેએ જણાવ્યું હતું કે જજોની તકલીફો સાચી હોઇ શકે છે પણ જે રીતે તેમણે આ તકલીફોનું વર્ણન મીડિયા સમક્ષ કર્યુ છે તે ખોટું છે. ન્યાયતંત્ર એક પરિવાર છે. પરિવારમાં કેટલીક વખત અવરોધ  ઉભા થાય છે પણ તે અવરોધોનું વર્ણન મીડિયા સમક્ષ કરવામાં આવતું નથી.

કેસોના નિકાલમાં થઇ રહેલા વિલંબથી લોકોનો ન્યાયતંત્રનો પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે ત્યારે જ જજોએ પત્રકાર પરિષદ બોલાવીને ન્યાયતંત્રને વિશ્વસનીયતા વધુ ઘટાડી છે.

પૂર્વ કર્ણાટક લોેકાયુક્ત અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજે જણાવ્યું હતું કે ન્યાયતંત્ર વિધાનસભા અને વિધાન પરિષદથી તદ્દન ભિન્ન છે. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ વિરુદ્ધના આક્ષેપો ગંભીર છે પણ જે રીતે મીડિયા સમક્ષ આ વાત રજૂ કરવામાં આવી તે તેના કરતા પણ વધુ ગંભીર બાબત છે.

જજોની પ્રેસ કોન્ફરન્સ વિશે કોણે શું કહ્યું?
* ચારેય જજે ખૂબ જ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. આ ચારેય જજ ઇમાનદાર છે અને તેમની નિયત સામે સવાલ ના ઉઠાવી શકાય. - સુબ્રમણ્યમ સ્વામી
* આ ચારેય જજે યોજેલી પ્રેસ કોન્ફરન્સની આપણે અવગણના કરવી જોઈએ. - એટર્ની જનરલ  વેણુગોપાલ
* આ ખૂબ ગંભીર મામલો છે. ચારેય જજે સીજેઆઇને જ કઠેડામાં ઊભા કરી દીધા છે. - પ્રશાંત ભૂષણ
* આ ચારેય જજ બોલતા હતા ત્યારે તેમના ચહેરા પર દુ:ખ જોઈ શકાતું હતું. તેઓ ગૂંગળાઈ રહ્યા છે.
- વરિષ્ઠ વકીલ કે.ટી.એસ. તુલસી
* આ ચારેય જજોએ ભરેલું પગલું આવકાર્ય અને બહાદુરીભર્યું છે. - વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંગ

Post Comments