Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રામ મંદિર મામલે સ્વયંઘોષિત હસ્તક્ષેપ કરનારની કોઈ જરૂર નથી: વૃંદા કરાત (CPM) નેતા

- વૃંદા કરાતે યોગી સરકાર પર નિશાન સાધ્યુ

- ઉત્તર પ્રદેશમાં કાયદાની વ્યવસ્થા નથી અને ખેડૂતોને ફાયદો થાય તેવુ પણ કંઈજ નથી

નવી દિલ્હી, તા. 14 નવેમ્બર 2017 મંગળવાર

રામ મંદિર વિવાદ બાબતે રાજકારણ અને દલીલો બંને સતત ચાલુ છે. શ્રી રવિશંકર કોર્ટ બહાર મામલાનો ઉકેલ લાવવાના પ્રયત્નો ચાલુ છે. આ વિવાદ સાથે જોડાયેલા તમામ લોકોને તેનું સમર્થન પણ મળી રહ્યુ છે પરંતુ કેટલાક લોકો શ્રીશ્રી રવિશંકરના આ પ્રયત્નોથી નારાજ હોય તેવુ લાગી રહ્યુ છે. રવિશંકર 16 નવેમ્બરે અયોધ્યા જવાની તૈયારીમાં છે. આ મુદ્દે સીપીએમના વરિષ્ઠ નેતા વૃંદા કરાતે તેમનો મત જાહેર કર્યો છે.  

કરાતે કહ્યું કે જ્યારે રામ મંદિરનો મામલો કોર્ટની સામે છે અને કોર્ટના આધીન છે તો કોઈ પણ વ્યક્તિ સ્વ્યંઘોષિત કરે કે હું વાતચીત કરી રહ્યો છું, તો તેમને કહો કે તેમને આનું લાયસન્સ કોણે આપ્યુ? કાલે કોઈ પણ વ્યક્તિ ઉભા થઈને કહે કે અમે વાતચીત કરાવશુ? તો આનો કોઈ ફાયદો નથી અને તેની કોઈ જરૂર પણ નથી. જ્યાં સુધી મારી અને મારી પાર્ટીનો મત છે રવિશંકરના હસ્તક્ષેપનો કોઈ અર્થ નથી જ્યારે કોર્ટમાં મામલાની સુનાવણી ચાલી રહી છે. બીજી વાત એ છે કે સ્વયંઘોષિત હસ્તક્ષેપ કરનાર કોઈ મૂલ્ય નથી. તે પોતાને ગમે તેટલી મોટી વ્યક્તિ માને પણ તેની જરૂર નથી.

રામ મંદિર મુદ્દે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદન બાબતે વૃંદા કરાતે કહ્યું કે જ્યાં સુધી આદિત્યનાથનો પ્રશ્ન છે તેમને રામ સાથે કે અયોધ્યા સાથે કોઈ લેવાદેવા નથી. આ માત્ર અને માત્ર તેમની નિર્ધારિત નીતિ છે સમાજને વિભાજિત કરવા અને નિર્દોષ લોકોની લાશો પર ઉભા રહીને પોતાની રાજનીતિ કરવાની. આદિત્યનાથ એક ધર્મનિરપેક્ષ દેશના મુખ્યમંત્રી થઈને આટલી હિમ્મત જે કહી દે કે બિનસાંપ્રદાયિકતા, ધર્મનિરપેક્ષતા જ એક ગાળ છે અને એક ખોટો શબ્દ છે? આવા લોકોને RSS અને BJPએ મુખ્યમંત્રી બનાવ્યા છે? આ હિંદુસ્તાન માટે શરમજનક વાત છે.

યોગી સરકાર પર નિશાન સાધવાનુ ચાલુ રાખતા તેમણે વધુમાં જણાવ્યુ કે સ્થાનિક ચૂંટણીના સંદર્ભે આ પ્રકારની ખરાબ સાંપ્રદાયિકતા નીતિને લઈને ચાલવુ જેનાથી ઉત્તરપ્રદેશની જનતાને કોઈ ફાયદો નથી. ઉત્તર પ્રદેશમાં કાયદાની વ્યવસ્થા નથી. ખેડૂતોને ફાયદો થાય તેવુ પણ કંઈજ નથી. ત્યાં મજૂર ચિંતિત છે અને વેપાર ઠપ થઈ ગયો છે. આ બધાની વચ્ચે ઉભા થઈને રામનું નામ લઈને આ તમામ વસ્તુઓ પરથી ધ્યાન ભટકાવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Post Comments