Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોર્ટમાં વકીલો દ્વારા થતી બૂમાબૂમ સહન નહીં કરવામાં આવે : સુપ્રીમ

- સુપ્રીમે વકીલોના બેકાર તર્ક મુદ્દે પણ નારાજગી દર્શાવી

- અયોધ્યા અને દિલ્હી સરકારના કેસમાં વકીલોએ ઘાંટાઘાંટી કરી હતી

નવી દિલ્હી, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર

ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રાએ અયોધ્યા કેસની સુનવણી અને દિલ્હી સરકારના વિવાદને લઈને વકીલોએ બૂમાબૂમ કરતા નારાજગી દર્શાવી હતી. આ કેસમાં બંધારણીય ખંડપીઠના વડા તરીકે ખુદ ચિફ જસ્ટિસ દીપક મિશ્રા છે.

આ કેસની સુનવણીમાં વરિષ્ઠ વકીલોએ સામસામે ઘાંટાઘાંટી કરતા ચિફ જસ્ટિસે તેમને સંયમપૂર્ણ રીતે વર્તન કરવાની સલાહ આપી હતી. ચિફ જસ્ટિસ મિશ્રાએ કહ્યું હતું કે, જો બાર તમારું નિયમન ના કરતું હોય તો અમે તમારું નિયમન કરીશું. કોર્ટમાં ઊંચો અવાજ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે. આપણી કમનસીબી છે કે, કેટલાક વકીલો એવું જ વિચારે છે કે તેઓ સિનિયર હોવાથી ઊંચા અવાજે વાત કરી શકે છે. હકીકતમાં તેઓ જાણતા નથી કે, ઊંચા અવાજે વાત કરતા વકીલો સિનિયર બનવાને લાયક નથી.

ચિફ જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું હતું કે, અયોધ્યા કેસની સુનવણીમાં કેટલાક વકીલોની ચર્ચા કરવાની રીત અત્યંત ખરાબ હતી. એવી જ રીતે, દિલ્હી સરકાર અને કેન્દ્ર વચ્ચે સત્તાના ટકરાવના કેસમાં સિનિયર વકીલ રાજીવ ધવનનું વર્તન અત્યંત ઉદ્ધત અને ખરાબ હતું. આ બંને કેસમાં વકીલોના બેકાર તર્કો વિશે જેટલું કહીએ એટલું ઓછું છે.  નોંધનીય છે કે, અયોધ્યા જમીન વિવાદ કેસની આગામી સુનવણી ફેબુ્રઆરીમાં નિશ્ચિત કરવામાં આવી છે. આ કેસ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ લડી રહ્યા છે.

Post Comments