Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

BJP એટલે બળાત્કાર જનતા પાર્ટી: કમલનાથ

- ભાજપના 20 નેતા પર દુષ્કર્મનો આરોપ

- મેક ઈન ઈન્ડિયા નહીં રેપ ઈન ઈન્ડિયા, બેટી પઢાઓ-બચાઓ નહીં બળાત્કારીઓથી બચાઓ

નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2018 સોમવાર

કોંગ્રેસના સીનિયર નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને છિંદવાડાના સાંસદ કમલનાથે ભારતીય જનતા પાર્ટી વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે. કમલનાથે કહ્યું મે ક્યાંક વાંચ્યુ હતુ કે ભાજપના 20 નેતા પર બળાત્કારનો આરોપ છે.

હવે આનું નામ ભારતીય જનતા પાર્ટી હોવુ જોઈએ કે બળાત્કાર જનતા પાર્ટી, એ જનતાએ વિચારવુ જોઈએ. કમલનાથે ટ્વીટ કરીને ભાજપ પર નિશાન સાધ્યુ છે. ભાજપના નારાને દેશની જનતા હવે એવુ કહે છે કે, મેક ઈન ઈન્ડિયા-રેપ ઈન ઈન્ડિયા બેટી પઢાઓ, બેટી બચાઓ, બળાત્કારીઓથી બચાઓ.

દેશમાં પરિવર્તન આવી રહ્યું છે દિકરીઓ સાથે દરરોજ દુષ્કર્મ થાય છે. સ્ટાર્ટ અપ ઈન્ડિયા રોજ બ્રેક થઈ રહી છે બહેન દિકરીઓ, અબકી બાર નારીની ઈજ્જત રોજ લૂંટાઈ રહી છે.

કોંગ્રેસ નેતા કમલનાથે અગાઉ પણ કઠુઆ ગેંગરેપ કેસ અને ઉન્નાવ રેપ કેસ પર ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યું હતુ કે કઠુઆ રેપ કેસમાં પાકિસ્તાનનો હાથ હોવાનું જણાવનાર એ પણ જણાવી દે કે ઉન્નાવ રેપ અને હત્યા કેસ તેમજ પ્રીતિ રઘુવંથી આત્મહત્યા કેસમાં કયો દેશ અને કોનો હાથ છે.

તેમણે ટ્વીટ કરી હતી કે મોદીજીએ જણાવ્યુ કોઈ પણ ગુનેગાર બચશે નહીં, દિકરીઓને ન્યાય મળશે. જે બાદ મધ્યપ્રદેશની દિકરી પ્રીતિ રઘુવંથીના કેસમાં પણ ન્યાય મળવાની આશા જાગી છે. આશા છે કે હવે શિવરાજ પોતાના મંત્રી પર કાર્યવાહી કરીને મોદીજીની વાત પર અમલ કરશે.

Post Comments