Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કર્ણાટકની જયનગર સીટ કોંગ્રેસના નામે, કોંગ્રેસના ઉમેદવાર સૌમ્યા રેડ્ડીની જીત

- આ સીટ પર 11 જુનના રોજ કુલ 55% મતદાન થયું હતું

બેંગલુરુ, તા. 13 જુન 2018, બુધવાર

કર્ણાટકની જયનગર વિધાનસભા સીટ પર મતગણતરી બાદ કોંગ્રેસના ઉમેદવાર સૌમ્યા રેડ્ડીની જીત થઇ છે. આજે સવારે મતગણતરી શરૂ કરવામાં આવી હતી.

આ સીટ પર 11 જુનના રોજ મતદાન થયું હતું. કર્ણાટક વિધાનસભા માટે 12 જુનના રોજ સમગ્ર રાજ્યમાં મતદાન થયું હતું. પરંતુ ભાજપના ઉમેદવાર બીએન વિજયકુમારના નિધન બાદ જયનગર વિધાનસભા સીટ પર મતદાન મોકુફ રાખવામાં આવ્યું હતું. વિજયકુમાર આ સીટ પરથી ધારાસભ્ય હતા.

જયનગર સીટ પર 11 જુનના રોજ કુલ 55% મતદાન નોંધાયું હતું. આ સીટ પર ભાજપે વિજયકુમારના ભાઇ બીએન પ્રહલાદને ઊભા રાખ્યા હતા. જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી રહી ચૂકેલા રામલિંગા રેડ્ડીની દિકરી છે. જેની આ ચૂંટણીમાં જીત થઇ છે.

આજે સવારથી શરૂ થયેલી મતગણતરીને ધ્યાનમાં લઇને મતગણતરી કેન્દ્ર પાસે પોલીસને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ગણતરી પૂર્ણ થયા પહેલાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉજવણી કરવાનું શરૂ કરી દીધું હતું.

Post Comments