Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગઠબંધન કરીને ચૂંટણી લડી હોત તો કોંગ્રેસ અને જેડીએસને મળત 151 બેઠકો

- ભાજપ માત્ર 69 બેઠકો મેળવી શકત

- લોકસભા ચૂંટણીમાં પણ બંને પાર્ટીઓનું ગઠબંધન ભાજપને પડી શકે છે ભારે

બેંગ્લોર, તા. 17. મે 2018 ગુરુવાર

કર્ણાટકમાં ચૂંટણી પરિણામો આવ્યા બાદ સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને જેડીએસે હાથ મિલાવ્યા છે.

જો બંને પાર્ટીઓએ ચૂંટણી પહેલા ગઠબંધન કર્યુ હોત તો પરિણામ કંઈક ઓર જ આવતુ તેવુ આંકડા કહી રહ્યા છે.

જો ચૂંટણી પહેલા બંને પાર્ટીઓએ ગઠબંધન કર્યુ હોત તો બંને પક્ષને 151 બેઠકો મળી હોત.જ્યારે ભાજપ 104ની જગ્યાએ 69 બેઠકો પર સમેટાઈ જાત તેવુ હાલમાં આવેલા પરિણામના આંકડા પરથી લાગી રહ્યુ છે.

ગઠબંધન થયુ હોત તો કોંગ્રેસને 78ની જગ્યાએ 99 બેઠકો મળી હોત.બજી તરફ જેડીએસને 37ની જગ્યાએ 51 બેઠકો મળી શકત.

એનાલીસિસ પ્રમાણે જોવામાં આવે તો જો કોંગ્રેસ અને જેડીએસ લોકસભાની ચૂંટણી માટે પણ હાથ મીલાવે તો ભાજપની બેઠકો ઘટી શકે છે.2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને 17 બેઠકો મળી હતી.આ બે પાર્ટીના ગઠબંધનથી ભાજપની બેઠકો ઘટીને 7 થઈ શકે છે.

Post Comments