Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીન શક્તિશાળી છે તો ભારત પણ નબળું નથી : સૈન્ય વડા રાવત

- કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર હથિયારોનો ખતરો વિશ્વ માટે ગંભીર પડકાર

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના વર્કશોપનું ઉદ્ધાટન કરતી વખતે ભારતીય સૈન્યના વડા બિપિન રાવતે જણાવ્યું હતું કે ચીન શક્તિશાળી રાષ્ટ્ર છે, તો ભારત પણ નબળું નથી. ભારતીય સૈન્ય તમામ પડકારોનો સામનો કરવા સંપૂર્ણ રીતે સજ્જ છે.

દિલ્હીમાં યોજાયેલા ડીઆરડીઓના કાર્યક્રમમાં ભારતીય લશ્કરના વડા બિપિન રાવતે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે ચીન શક્તિશાળી દેશ છે તો ભારત પણ કમજોર દેશ નથી. પૂરી શક્તિથી ભારતીય લશ્કર તમામ પડકારો ઉપાડવા સજ્જ છે. તેમણે કહ્યુ હતું કે પાડોશી દેશોના તમામ પ્રકારના પડકારો સામે લડવા માટે ભારતીય સૈન્ય તૈયાર છે અને એ માટેના હથિયારો અને ટેકનોલોજી આપણા લશ્કર પાસે ઉપલબ્ધ છે.

તેમણે એવો ય સંકેત આપ્યો હતો કે આગામી સમયમાં વિદેશી ડિફેન્સ સિસ્ટમ ઉપર નિર્ભર રહેવાને બદલે હવે ભારતે જાતે જ સિસ્ટમ વિકસાવવી પડશે. આપણે સ્વદેશી સિસ્ટમની જરૃર પડશે. તેમણે આતંકવાદી સંગઠનોનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે ખતરનાક સંગઠનો દ્વારા હુમલાઓનું પ્રમાણ વધ્યું છે. એ દિશામાં વધુ ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે.

સૈન્ય વડાએ કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યૂક્લિયર (સીબીઆરએન) હથિયારોની ગંભીરતા અંગે દિશાનિર્દેશ કરતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં લડાઈઓ આવા હથિયારોથી લડાશે. એ ગેરજિમ્મેદારીભરી લડાઈ હશે છતાં તે હકીકતને વિશ્વને સ્વીકારવી પડશે તેમણે આ હથિયારોને વિશ્વ માટે ગંભીર ખતરો ગણાવ્યો હતો. તેમણે કાર્યક્રમમાં એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ડીઆરડીઓ ભારતીય એજન્સીઓ સાથે મળીને કોઈ પણ લડાઈને પહોંચી વળવા માટેની સિસ્ટમ વિકસાવવામાં સફળ થશે.

Post Comments