Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેજરીવાલનું MLAના પગારવધારાનું સપનું અધુરૂ રહ્યુ

- દિલ્હી સરકારનું પગારવધારાનું બિલ કેન્દ્રએ પાછુ મોકલાવ્યુ

- 400 ટકાનો પગારવધારો બિલમાં માંગવામાં આવ્યો હતો

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2017, શુક્રવાર

દિલ્હીના એમએલએના 400 ટકાના પગાર વધારના બીલ ઉપર કેન્દ્ર સરકારે મહોર મારવાથી નનૈયો ભણ્યો છે.

ગૃહમંત્રાલયે આ બીલ દિલ્હી સરકારને પાછુ આપીને આ વિશે વધુ માહિતી માંગી છે. જો કે દિલ્હી સરકાર કેન્દ્ર સરકાર ઉપર પહેલેથી જ આ બીલ લટકાવી રાખવાનો આરોપ લગાવી રહી હતી.

કેજરીવાલ સરકારે રજૂ કરેલા પગાર વધારા બિલમાં સાંસદોની સેલેરી બેઝીક 12 હજારથી વધારીને 50 હજાર કરવાની રજૂઆત છે જેમાં તેમનું માસિક વેતન પેકેજ 80 હજારથી વધીને રૂા. 2.1 લાખ કરવા અંગેની વાત હતી પરંતુ કેન્દ્રએ આ બિલને હરીઝંડી બતાવી નથી.

ડિસેમ્બર 2015માં વિધાનસભામાં આ બિલ પાસ કરવામાં આવ્યુ હતુ. દિલ્હી સરકારની એવી દલિલ છે કે ભ્રષ્ટાચારને દૂર કરવા માટે સમાજસેવકોને યોગ્ય વળતર મળતુ હોય અને કામ કરી શકે એ માટે યોગ્ય ખર્ચ મળે તો ભ્રષ્ટાચાર અને લાંચને રોકી શકાય. પરંતુ કેન્દ્ર સરકારને આ મંજૂર નથી.

Post Comments