Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

CBIએ ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ઇન્ટરપોલની મદદથી ૪૦ દેશમાં તપાસ શરૃ કરી

- ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું રેકેટ વિશ્વભરમાં ફેલાયેલું હોવાનો એજન્સીનો દાવો

(પીટીઆઈ)    નવી દિલ્હી, તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

સીબીઆઈએ ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં વિશ્વના અનેક દેશોમાં તપાસનો ધમધમાટ શરૃ કરી દીધો છે. આ કેસમાં સીબીઆઈએ વૉટ્સએપ ગૂ્રપના આધારે વિશ્વના ૪૦ દેશમાં તપાસના તાર લંબાવ્યા છે. સ્માર્ટફોન નંબરો અને વૉટ્સએપ જેવા એપ્સની મદદથી જ દુનિયાના અનેક દેશોમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું મજબૂત નેટવર્ક ચાલતું હતું.

ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા વૉટ્સએપ ગૂ્રપમાં ભારત, પાકિસ્તાન અને અમેરિકા સહિતના દેશોના ૨૩૪ સભ્ય હતા: ચીન, ન્યૂઝીલેન્ડ, મેક્સિકો, અફઘાનિસ્તાન, બ્રાઝિલ, કેન્યા, નાઇજિરિયા અને શ્રીલંકાના નાગરિકો સામે પણ કાર્યવાહી કરાશે: સીબીઆઈએ પાંચ શખસની ધરપકડ કરીને સંખ્યાબંધ મોબાઇલ, લેપટોપ થિરુવનંતપુરમની લેબોરેટરીમાં મોકલ્યા

આ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા વીડિયો અને ઇમેજ શેર કરાતા હતા. સીબીઆઈએ ઈન્ટરપોલની મદદથી વિવિધ દેશના આરોપીઓ સુધી પહોંચવા કમર કસી છે. સીબીઆઈને હાથ લાગેલા સ્માર્ટફોનમાં જાણવા મળ્યું છે કે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી માટે કેટલાકે વૉટ્સએપ ગૂ્રપ બનાવ્યું હતું, જેમાં દુનિયાભરના ૨૩૪ સભ્ય હતા. આ ગૂ્રપમાં ૬૬ ભારતીય, ૫૬ પાકિસ્તાની, ૨૯ અમેરિકા અને ૩૭ અન્ય દેશોના હતા. સીબીઆઈએ આ તમામ માહિતી ઈન્ટરપોલને પહોંચાડી દીધી છે.

સીબીઆઈએ ૨૨મી ફેબુ્રઆરીએ જ ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ કેસમાં સીબીઆઈએ સૌથી પહેલાં વૉટ્સએપ ગૂ્રપના એડમિનિસ્ટ્રેટર નિખિલ વર્માની ધરપકડ કરી હતી. આ શખસ ઉત્તરપ્રદેશના કનૌજનો રહેવાસી છે. ત્યાર પછી સીબીઆઈએ દિલ્હીના નફીસ રેઝા, ઝાહિદ તેમજ મુંબઈના સત્યેન્દ્ર ઓમપ્રકાશ ચૌહાણ અને આદર્શ નામના યુવકોની ધરપકડ કરી હતી. સીબીઆઈએ આ પાંચેયની સઘન પૂછપરછ કર્યા પછી તપાસનો દોર વિદેશોમાં લંબાવ્યો હતો.

આ દરમિયાન સીબીઆઈને અન્ય એક વૉટ્સએપ ગૂ્રપ પણ મળી આવ્યું હતું, જેમાં ૧૧૯ સભ્યો હતા. આ તમામ સભ્યો સતત ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતા અત્યંત વિકૃત વીડિયો અને ઇમેજ શેર કરતા હતા. આ ગૂ્રપમાં ભારત, પાકિસ્તાન, અમેરિકા સિવાય ચીન, ન્યૂઝીલેન્ડ, મેક્સિકો, અફઘાનિસ્તાન, બ્રાઝિલ, કેન્યા, નાઇજિરિયા અને શ્રીલંકા જેવા દેશોના લોકો પણ સભ્ય હતા. આ કેસમાં સીબીઆઈએ સંખ્યાબંધ મોબાઇલ, લેપટોપ અને  હાર્ડ ડિસ્ક જપ્ત કરીને થિરુવનંતપુરમની લેબોરેટરીમાં વધુ તપાસ માટે મોકલ્યા છે.

Post Comments