Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશના 8% ATM ખાલી, ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં રોકડની અછત

- બેંકોની જરૂરિયાતની સામે માત્ર 30% રકમ આપવામાં આવી રહી છે

- અચાનક રોકડની માંગ વધવાને કારણે આ સમસ્યા ઊભી થઇ છે: નાણાંમંત્રી

નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2018, મંગળવાર

દેશના ઘણાં વિસ્તારોમાં રોકડની અછત વર્તાઇ રહી છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઘણાં વિસ્તારો આવનારા દિવસોમાં કેશનું સંકટ આવી શકે છે. રોકડની અછતને લઇને કેટલીક જગ્યાની તુલના નોટબંધી સાથે કરવામાં આવી રહી છે. જેનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે, પાછલા 6 દિવસથી દિલ્હી અને NCRની બેંકોમાં રોકડની સપ્લાય કરવામાં આવી નથી.

એક માસ પહેલા RBIએ બેંકોના એક સર્કલથી બીજા સર્કલમાં વધારે રોકડ ટ્રાન્સફર કરવા પર રોક લગાવી હતી. બેંકોનું કહેવું છે કે RBI તરફથી તેમને 200 અને 100ની નોટ આપવામાં આવી રહી છે અને 2000ની નોટ તો છોડો પરંતુ 500ની નોટો પણ ઓછી માત્રામાં આવી રહી છે અને બેંકોની જરૂરિયાતની સામે માત્ર 30% રકમ આપવામાં આવી રહી છે.

એક જાણકારી પ્રમાણે હાલ દેશભરમાં 8% ATMમાં કેશ નથી. દેશના કુલ ATM માંથી 25% ATM સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે છે અને તેના પણ 16% ATMમાં પૈસા નથી. તહેવારની સિઝન હોવાથી ફરીવાર ATM અને બેંકોમાં લાઇન લાગી છે. દેશમાં સૌથી વધારે ગુજરાત, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડની બેંકો અને ATMમાં રોકડની સમસ્યા સામે આવી છે.

આ મામલે નાણાંમંત્રી અરૂણ જેટલીએ દેશના અમૂક ભાગોમાં અચાનક માંગ વધવાને કારણે આ સમસ્યા ઊભી થઇ છે. બેંક અને  બજારમાં યોગ્ય માત્રામાં રોકડ છે. જ્યારે RBIએ પણ દેશમાં કેશનું કોઇ સંકટ નથી તેમ જણાવ્યું હતું અને બેંકો પાસે યોગ્ય માત્રામાં રોકડ છે. માત્ર કેટલાંક ATMમાં લોજિસ્ટિક સમસ્યા ઊભી થવાને કારણે આ સંકટ ઊભુ થયું છે અને આ સમસ્યા માત્ર એક-બે દિવસ માટે જ છે.

Post Comments