Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશના ATM ખાલીખમ

- રોકડ માટે ચારેબાજુ હાહાકાર મચી ગયો, જનતા ત્રાહિમામ

- નોટબંધીના 2 વર્ષ વીત્યા છતાં રોકડનું સંકટ

નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2018 મંગળવાર

નોટબંધીના બે વર્ષ કરતા પણ વધારે સમય વીતી ગયા છતાં દેશના કેટલાક રાજ્યો રોકડની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે.

ખાસ કરીને ગુજરાત, બિહાર અને મધ્યપ્રદેશમાં રોકડનું સંકટ ઉભુ થયુ છે. જેના કારણે અહીંના ATM ખાલી થઈ ગયા છે.

રાજ્યોમાં રિઝર્વ બેન્કમાંથી રોકડનો પ્રવાહ ઘટવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ છે. એક બેન્ક અધિકારીના જણાવ્યા અનુસાર ત્રણ રાજ્યોમાં રોકડની ઉણપને પૂરી કરવામાં આવી શકે છે. જેના માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દરેક રાજ્યોની સરકાર RBI સાથે સંપર્ક સાધ્યા છે. જેથી ઝડપથી જ સ્થિતિને નિયંત્રિત કરી શકાય.

મધ્યપ્રદેશમાં રોકડના સંકટને પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ષડયંત્ર કરાર કર્યું છે. શિવરાજ સિંહે કહ્યું કે નોટબંધી પહેલા 15 લાખ કરોડ રૂપિયાની રોકડ ચલણમાં હતી. આ પ્રક્રિયા બાદ આ વધીને 16 લાખ 50 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. બજારની તેજીથી 2000 રૂપિયાના નોટ ગાયબ થઈ ગયા છે. આ મુદ્દા વિશે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીત ચાલુ છે.

બિહાર વિધાનસભામાં વિરોધી દળના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે બિહારમાં કેટલાક દિવસોથી મોટાભાગના એટીએમ બિલ્કુલ ખાલી છે. લોકોની સામે ગંભીર સંકટ આવી ગયુ છે.

તેજસ્વી યાદવે ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે સરકારને પૂછ્યુ કે નવા નોટ સર્કયુલેશનથી ગાયબ કેમ છે. તેજસ્વીના આ ટ્વીટ પર ટ્વીટર યુઝર્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

Post Comments