Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કઠુઆમાં આઠ વર્ષની બાળકીનો કેસ લડવા બદલ મારા પર રેપ, હત્યા થઇ શકે છે : વકીલ દીપીકા સિંહ રાજાવત

- કઠુઆના બળાત્કારીઓને સમર્થન આપનારા વકીલો વિરુદ્ધ તપાસના આદેશ

- મને હિંદુ વિરોધી ચીતરી બદનામ કરવામાં આવી રહી છે પણ હું બાળકીને ન્યાય અપાવીને જ રહીશ : પીડિતાના વકી

નવી દિલ્હી, તા.16 એપ્રિલ 2018, સોમવાર

કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી પર રેપ અને ઘાતકીય હત્યાનો કેસ લડી રહેલી વકીલ દીપીકા સિંહ રાજાવતે જણાવ્યું હતું કે હું આ કેસ લડી રહી છું જેને પગલે મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. મારા પર ગમે ત્યારે રેપ થઇ શકે છે, મારી હત્યા થઇ શકે છે. કેટલાક લોકો મારો સામાજીક બહીષ્કાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાલે મારી સાથે શું થસે મને ખ્યાલ નથી. મને કદાચ કોર્ટમાં વકીલાત કરતા પણ રોકવામાં આવી શકે છે. મને હિંદુ વિરોધી ચીતરવાના પ્રયાસો થઇ રહ્યા છે.

દીપીકા સિંહ રાજાવતે કહ્યું હતું કે મને કંઇ પણ થઇ જાય હું આ કેસમાં પાછળ નહીં ખસુ અને પીડિત બાળકીને ન્યાય અપાવીને જ રહીશ. દીપીકા સિંહ રાજાવતે સાથે જણાવ્યું હતું કે હું સુપ્રીમ કોર્ટમાં પણ જઇશ. મારી સાથે જે પ્રકારનો વ્યવહાર થઇ રહ્યો છે તેને લઇને ફરીયાદ કરીશ. મારા પતી હાલ બહાર છે. હું અહીં માત્ર મારા બાળકોની સાથે રહુ છું. મને અનેક પ્રકારની ધમકીઓ મળી રહી છે. પણ લડવાનું નહીં છોડુ.

દીપીકા સિંહ રાજાવતની સાથે જમ્મુ કાશ્મીર બાર અસોસિએશનના કેટલાક વકીલોએ પણ દુર્વ્યવહાર કર્યો હતો. આ ઉપરાંત આ વકીલોએ બળાત્કારના આરોપીઓને છોડી મુકવા રેલીઓ યોજી હતી સાથે પોલીસને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા પણ રોકી હતી. આ બધી પરિસ્થિતિની નોંધ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ લીધી છે અને આ મામલે એક પેનલની રચના કરી જે પણ આરોપી વકીલો છે તેમની વિરુદ્ધ પગલાની તૈયારી કરી લીધી છે.

Post Comments