Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બ્લૂ-વ્હેલ ગેમે વધુ એક બાળકનો જીવ લીધો: પ. બંગાળની ઘટના

- 10મા ધોરણના વિદ્યાર્થી અનકને બાથરૂમમાં કરી લીધી આત્મહત્યા

- બ્લૂ-વ્હેલ ગેમનો ભોગ બન્યા 250 જેટલા બાળકો

કોલકાતા, તા. 13 ઓગસ્ટ 2017, રવિવાર

પશ્ચિમ બંગાળમાં બ્લૂ-વ્હેલ ગેમે એક બાળકનો જીવ લીધો આ ગેમ મોતનો પર્યાય બની ગઈ હોય તેવુ લાગી રહ્યું છે. આ ગેમ ઝડપથી બાળકોને પોતાના વશમાં કરી રહી છે. શનિવારે એક વધુ બાળક આનો શિકાર બન્યો છે. પશ્ચિમબંગાળના મિદનાપુર જિલ્લામાં 10મા ધોરણનો વિદ્યાર્થી અનકને બાથરૂમમાં જઈને આત્મહત્યા કરી લીધી હતી.

શુક્રવારે દેહરાદૂનમાં શાળા વ્યવસ્થાએ પાંચ બાળકોને ગેમમાં મળેલા ટાસ્કથી બચાવ્યા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર બંને કિસ્સામાં બાળકોએ બ્લૂ-વ્હેલ ગેમ રમી હતી. જેમાં તેને પોતાનુ નુકશાન કરવુ એવો પડકાર અપાયો હતો.

અનકનના પિતા ગોપીનાથે જણાવ્યું કે શનિવારે તે સ્કૂલથી ઘરે આવ્યો અને કોમ્પ્યુટર પર ગેમ રમવા લાગ્યો. જ્યારે તેની માતાએ તેને જમવા માટે બોલાવ્યો તો તેણે કહ્યું કે પહેલા નાહી લઉ પછી જમીશ ત્યારબાદ તે બાથરૂમમાં ન્હાવા જતો રહ્યો. અનકન ઘણા સમય સુધી બાથરૂમમાથી બહાર ના આવ્યો એટલે તેના માતા-પિતાએ દરવાજો તોડી દીધો. દરવાજો તોડીને જેવા અંદર ગયા તો તેમના હોશ ઉડી ગયા સામે તેમના દિકરાની લાશ પડી હતી.

અનકનને તરત જ દવાખાને લઈ જવાયો પરંતુ સારવાર થાય તે પહેલા જ તેનુ મૃત્યુ થઈ ગયુ હતુ. અનકનના મિત્રોએ જણાવ્યું કે તે બ્લૂ વ્હેલ ગેમ રમી રહ્યો હતો. અત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે. બ્લૂ વ્હેલ ગેમ અત્યાર સુધી 250 જેટલા વિદ્યાર્થીઓનો જીવ લઈ ચૂકી છે. કેટલાક દેશોમાં આ ગેમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ અગાઉ પણ 1લી ઓગસ્ટે મુંબઈમાં 14 વર્ષના મનપ્રીત સિંહે 7મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેણે પણ બ્લૂવ્હેલના છેલ્લા પડાવને પૂર્ણ કરવા પોતાના અપાર્ટમેન્ટમાંથી કૂદકો લગાવ્યો હતો. મનપ્રીતે પોતાના મિત્રોને કહ્યું હતુ કે તે સોમવારે શાળાએ નહી આવે કારણ કે તે બ્લૂવ્હેલગેમ રમશે. મનપ્રીતના માતા-પિતાએ જણાવ્યું છે કે તેનામાં કોઈ પણ પ્રકારના ડિપ્રેશનના લક્ષણો દેખાઈ રહ્યા નહોતા.

Post Comments