Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કૉંગ્રેસના અચ્છે દિન હવે ફરી ક્યારેય આવશે નહીં : વેંકૈયા નાયડૂ

- કૉંગ્રેસ 2019 તો શું 2090માં પણ સત્તા પર આવી શકશે નહીં

- ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધતા રાહુલને ગંભીરતાથી રાજકારણ કરવાની સલાહ આપી

નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી 2017, ગુરુવાર

કૉંગ્રેસ પાર્ટીના નોટબંધી પર આયોજિત જનવેદના સંમેલનને ભાજપે રાહુલની વેદના રેલી કહીને તેમને ગંભીર રાજકારણ કરવાની સલાહ આપી છે. ભાજપના નેતા તેમજ કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂએ રાહુલના અચ્છે દિનની વાતનો મજાક ઉડાવતા કહ્યુ કે કૉંગ્રેસના અચ્છે દિન હવે ફરીથી ક્યારેય પરત આવશે નહીં. કૉંગ્રેસ 2019 તો શું 2090માં પણ સરકાર બનાવી શકશે નહીં.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યુ કે હકીહતમાં કૉંગ્રેસ હજુ પણ તે પીડામાંથી ઉભરી શક્યુ નથી જે તેમને વર્ષ 2014ની લોકસભા ચુંટણીમાં હાર મળવાને કારણે મળી હતી. આ જ કારણ છે કે ગમે ત્યારે કોઇને કોઇ બહાને તેમની પીડા સામે આવી જ જાય છે. આ સંમેલન પણ કોંગ્રેસની વેદના દર્શાવે છે. ભાજપના નેતાનું કહેવુ છે કે જો રાહુલ ગાંધીને ખેડૂતો અને ગરીબ લોકો માટે એટલી જ સંવેદના હતી તે સમયે સંમેલન કરવાનું કેમ યાદ ના આવ્યુ જ્યારે યૂપીએના શાસનકાળ દરમિયાન રોજ દેશના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હતા.

તેમણે કહ્યુ કે જો રાહુલ ગાંધીને ગરીબોની વધારે ચિંતા હોતી તો તે વિદેશ રજા માણવા ન જતા. રાહુલ પર નિશાન સાધતા ભાજપ નેતા હુસૈને કહ્યુ કે કેટલાક લોકો હરવા-ફરવાની પાર્ટ ટાઇમ માટે  પૉલિટિક્સ કરે છે. તેઓએ કહ્યુ કે રાહુલ ગાંધીએ પાર્ટ ટાઇમ પૉલિટિક્સ કરવાના બદલે ફુલ ટાઇમ સીરિયસ પૉલિટિશિયનની જેમ વર્તવુ જોઇએ. તેનાથી તેમનું પોતાનું અને કૉંગ્રેસનું ભલુ થશે.  

Post Comments