Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કર્ણાટકમાં ભાજપે વધુ ૮૨ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, ખાણ માફીયા રેડ્ડીના ભાઇનો સમાવેશ

- કર્ણાટકની ચૂંટણીમાં કૌભાંડીઓના સગા-સંબંધીઓને ટીકીટ મળતા હોબાળો

- ભાજપની યાદીમાં સામેલ રેડ્ડીના ભાઇની અગાઉ સીબીઆઇએ માઇનિંગ કેસમાં ધરપકડ કરી હતી

- કોંગ્રેસે પહેલી જ યાદીમાં ૨૨૪માંથી ૨૧૮ ઉમેદવારોના નામ જાહેર કરી દેતા નારાજ નેતાઓએ વિરોધ કર્યો

નવી દિલ્હી, તા.16 એપ્રિલ 2018, સોમવાર

કર્ણાટકની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. કોંગ્રેસ બાદ ભાજપે પણ પોતાની યાદી જાહેર કરી છે. ભાજપે પોતાની બીજી યાદીમાં ૮૨ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ પહેલા ભાજપે ૮ એપ્રીલે પોતાની પહેલી યાદીમાં ૭૨ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જ્યારે કોંગ્રેસે પોતાની પહેલી યાદીમાં ૨૧૮ ઉમેદવારોના નામની જાહેરાત રવીવારે જ કરી દીધી હતી. ગઇ કાલે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ વચ્ચે બેઠક યોજાઇ હતી, જે દરમિયાન આ યાદીની ચર્ચા થઇ હોવાના અહેવાલો છે.

હાલ કોંગ્રેસ કર્ણાટકમાં સત્તામાં છે અને લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો આપીને એક મોટુ કાર્ડ ખેલ્યું છે. બીજી તરફ સત્તાથી પાંચ વર્ષ સુધી દુર રહ્યા બાદ ભાજપ ફરી સત્તા મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરુપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને  ભાજપના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર યેદુરપ્પાએ પ્રચારની કમાન સંભાળી છે અને અહીં રેલીઓ કરી વચનો પર વચનો આપવાનું પણ શરૃ કરી દીધુ છે.

ભાજપે દાવો કર્યો છે કે પક્ષને વિધાનસભાની કુલ ૨૨૪ બેઠકોમાંથી ૧૫૦થી વધુ બેઠકો મળવાની શક્યતાઓ છે. જોકે બીજી યાદીમાં ભાજપે કેટલાક વિવાદીત નેતાઓને પણ સ્થાન આપ્યું છે. ભાજપની યાદીમાં કર્ણાટકના ખાણ માફીયા જી.જે. રેડ્ડીના ભાઇ જી સોમાશેકર રેડ્ડીને સ્થાન આપ્યું છે. અગાઉ રેડ્ડીની સીબીઆઇએ ખાણ માઇનિંગના કૌભાંડમાં ધરપકડ કરી હતી. તેમની વિરુદ્ધ કેસો ચાલી રહ્યા છે.

કોંગ્રેસે પહેલી જ યાદીમાં ૨૧૮ના નામ જાહેર કરી દીધા છે. જેને પગલે કર્ણાટક કોંગ્રેસમાં અનેક નેતાઓએ ટીકીટ ન મળતા વિરોધ પ્રદર્શન કર્યા હતા અને યાદીનો વિરોધ પણ કર્યો હતો. કોંગ્રેસના નેતા રહમાન ખાને આરોપ લગાવ્યો હતો કે બીજા પક્ષમાંથી હાલમાં જ કોંગ્રેસમાં જોડાયા હોય તેમને પણ ટીકીટ આપી દેવાઇ છે.

બીજી તરફ જનતાદળ સેક્યુલર નામના પક્ષે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ પક્ષ કોંગ્રેસ-ભાજપ બાદ અહીં વધુ મજબુત માનવામાં આવે છે. જનતાદળ સેક્યુલરે ૧૨૬ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અહીં આ પક્ષે બસપાની સાથે ગઠબંધન કર્યું છે. કર્ણાટકમાં આગામી ૧૨મી મેએ મતદાન યોજાશે. જ્યારે બે દિવસ બાદ ૧૫મી મેએ પરીણામો જાહેર કરવામાં આવશે.

Post Comments