Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદ NDAના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર

- ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરી

- PM મોદીએ કોવિંદ પર કળશ ઢોળીને ફરી એક વખત બધાંને ચોંકાવ્યા

નવી દિલ્હી, તા. 19 જૂન 2017, સોમવાર

બિહારના વર્તમાન રાજ્યપાલ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિપદ માટે NDAના ઉમેદવાર રહેશે. ભાજપ સંસદીય બોર્ડની બેઠક બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે આ જાહેરાત કરી.

અગાઉ રાષ્ટ્રપતિપદના ઉમેદવારના નામ અંગે નિર્ણય લેવા માટે ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં આશરે એક કલાક મંથન થયું. દિલ્હીના ભાજપના મુખ્ય કાર્યાલયમાં યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષ પ્રમુખ અમિત શાહ ઉપરાંત સુષમા સ્વરાજ, વેંકૈયા નાયડુ, અનંત સિંહ અને થાવરચંદ ગેહલોત જેવા પક્ષના વરિષ્ઠ નેતાઓ પણ સામેલ થયા.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિપદના ઉમેદવારના નામ પર નિર્ણય છેવટે અમિત શાહ પર છોડવામાં આવ્યો. PM મોદીએ પણ અમિત શાહ સાથે અલગ વાત કરી. બાદમાં અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ યોજીને રામનાથ કોવિંદના નામની રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે જાહેરાત કરી. રાષ્ટ્રપતિપદના ઉમેદવારના નામને લઇને રાજકીય ક્ષેત્રે ઘણાં નામોની ચર્ચા થઇ રહી હતી પરંતુ PM મોદીએ રામનાથ કોવિંદ પર પસંદગી ઢોળીને ફરી એક વખત બધાંને ચોંકાવ્યાં.

Post Comments