Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુસાઈડ નોટના બીજા પાના પરનુ લખાણ ભૈયુજી મહારાજનુ નથી?

- પરિવારજનોએ વ્યક્ત કરેલી શંકા બાદ પોલીસે હેન્ડ રાઈડિંગ એક્સપર્ટસની મદદ લીધી છે

ઈન્દોર, તા. 14. જૂન 2018 ગુરુવાર

આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજની આત્મહત્યાથી તેમના પરિવારજનો સ્તબ્ધ છે તો બીજી તરફ પોતાની સંપત્તિ સેવાદાર વિનાયકના નામે કરવાની સ્યુસાઈડ નોટના લખાણથી હેરાન પણ છે.

ભૈયુજીના પરિવારને શંકા છે કે સુસાઈડ નોટના બીજા પાના પર લખાયેલુ લખાણ ભૈયુજી મહારાજનુ નથી.પોલીસે લખાણ ચેક કરવા માટે હેન્ડ રાઈટિંગ એક્સર્ટસની મદદ લીધી છે.

વિનાયકની તમામ મામલાઓમાં દખલગીરીથી પરિવારજનો એમ પણ ખુશ ન હતા.હવે સવાલ એ છે કે ભૈયુજી મહારાજના મોત બાદ તેમના ટ્રસ્ટને લગતા નિર્ણયો કોણ લેશે.પરિવારની નીકટના લકોનુ કહેવુ છે કે સુસાઈડ નોટમાં ગમે તે લખાણ હોય પણ બહુ સ્પષ્ટ છે કે ભૈયુજી મહારાજની સંપત્તિ પર પરિવારનો જ હક છે. વિનાયક ટ્રસ્ટમાં અવર જવર કરી શકે છે પણ તે જો કોઈ અધિકાર જતાવવાની કોશિશ કરશે તો તેને રવાના કરી દેવાશે.

આ પહેલા ભૈયુજી મહારાજની ગઈકાલે કરવામાં આવેલી અંતિમ વિધિમાં મધ્યપ્રદેશ સરકારના એક પણ મંત્રીની હાજરી જોવા મળી ન હતી.આ બાબત ચર્ચાનો વિષય બની હતી.

Post Comments