Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બેસ્ટ ઓફ એવરીથિંગ - Veena World

- પર્યટકોના પૈસાનું પૂર્ણ વળતર

- સંગાથે ટુર મેનેજર, વિમાન પ્રવાસ, બસપ્રવાસ, ક્રુઝ પ્રવાસ વગેરે બધું

પૂર્વ બાજુના દેશ અને પશ્ચિમ બાજુના દેશની વચ્ચે આપણો ભારત દેશ વસેલો છે. આ જ રીતે ઉત્તર બાજુના ભારત અને દક્ષિણ બાજુના ભારતની વચ્ચે મહારાષ્ટ્ર છે. સો 'ટેક બેસ્ટ ઓફ એવરીથિંગ.'

અમારી પાસે કોઈપણ નવી જાહેરાત કે કેમ્પેઈન કરવાની હોય ત્યારે જે પણ વિચાર કરીને ક્રિયેટિવ બનાવવામાં આવે છે. તેમાંથી જોકે ઘણી વાર એવું બને છે કે બે અથવા ત્રણ લેઆઉટ્સ ફાઈનલમાં આવે છે, જે પછી ફોટો, તેમાંનું ચાર્ટ, ત્રીજામાંથી રંગ એમ કરતાં કરતાં ફિક્સ એન્ડ મેચ કોમ્બિનેશનની ફાઈનલ એડવર્ટાઈઝમેન્ટ બને છે. અમારી ટીમ આ પદ્ધતિ પરથી ખીજવતી રહે છે, પરંતુ તેમને મારું કહેવું આટલું જ છે, 'ટેક બેસ્ટ ઓફ એવરીથિંગ.'

પૂર્વ બાજુના દેશ અને પશ્ચિમ બાજુના દેશની વચ્ચે આપણો ભારત દેશ વસેલો છે. આ જ રીતે ઉત્તર બાજુના ભારત અને દક્ષિણ બાજુના ભારતની વચ્ચે મહારાષ્ટ્ર છે. દેશ અને રાજ્ય બંને બાબતમાં આપણે નસીબદાર છીએ. આ પરફેક્ટ સ્ટ્રેટેજિક લોકેશન છે. દેશની દ્રષ્ટિથી વેસ્ટર્ન કલ્ચર અને ઈસ્ટર્ન કલ્ચર આ બંનેમાં જે પણ સારું છે તે આપણે લઈ શકીએ. આ જ રીતે નોર્થ ઈન્ડિયા અને સાઉથ ઈન્ડિયામાંથી જે પણ સારું છે તે આપણે આત્મસાત કરી શકીએ છીએ. આપણાં ભારતનાં અને મહારાષ્ટ્રનાં નિસર્ગે અને ઈતિહાસે દાન કરેલાં લોકેશન જો આપણે સ્ટ્રેટેજિકલી અને સારા માટે ઉપયોગ કરીએ તો આપણે કહી શકીશું કે, 'અમે ભાગ્યશાળી છીએ, અમારા દેશને અને રાજ્યને આવું મસ્ત સ્ટ્રેટેજિક લોકેશન મળ્યું છે.' 'બેસ્ટ ઓફ એવરીથિંગ' અથવા 'બેસ્ટ ઓફ બોથ ધ વર્લ્ડસ' કળા આપણને સાધ્ય કરતાં આવડવી જોઈએ. ફક્ત આપણા દેશને અથવા રાજ્યને આ લાગુ પડતું નથી, પરંતુ આપણા રોજબરોજના જીવનમાં પણ જાગૃત રહીને આપણે આ તત્ત્વને ઉપયોગમાં લાવવું જોઈએ. આપણો પરિવાર, આપણા સંબંધીઓ, આપણા મિત્રો, આપણા કાર્યાલયના સહયોગીઓ, આપણા નેતા, ફિલ્મ, બોલીવૂડ સ્ટાર્સ આ સૌના જીવનથી વ્યાપ્ત છે. અથવા, તેઓ આપણા જીવનનાં અવિભાજ્ય અંગ છે. તેમની વર્તણૂક-બોલવાની રીત, આદતોની જાણતા-અજાણતા આપણી પર અસર થતી હોય છે. જો અહીં આપણે સાવધ નહીં રહીએ તો આ બધાની ખરાબ બાબતો, જેની પર આપણે ઘણી વાર ચર્ચા કરીએ છીએ, ખરાબની ચર્ચા વધુ થાય છે, આપણે ત્યાં આજકાલ યુવા પેઢી વિશે, તેમના સ્વાતંત્ર્ય વિશે, તેમના 'ફ્રી' કલ્ચર વિશે, તેમના ડિપ્રેશન અને ડેસ્પરેશન વિશે જે સંવાદ થાય છે, જેની પર નાટકો-ફિલ્મો આવી રહ્યાં છે, 'દિમાગ કે ડૉક્ટર'ની સંખ્યા વધવા લાગી છે તેનું મૂળ મને ઈસ્ટર્ન અને વેસ્ટર્ન કલ્ચરની કાતરમાં સપડાયેલું છે એવું લાગે છે.

પૂર્વની સંસ્કૃતિનો રિવાજ અને પશ્ચિમની સંસ્કૃતિનું આકર્ષણ વચ્ચે ક્યારેય નહીં તેટલો વૈચારિક સંઘર્ષ હાલ આમાં રહેલી બધી પેઢીની સામે છે. નાના-મોટા બધા જ તેના શિકાર છે. અહીં જો 'બેસ્ટ ઓફ બોથ વર્લ્ડસ'નો સિરિયસ્લી વિચાર કરાય તો આ વિચાર નાનપણથી આચરણમાં લાવવાની અજાણતાં શીખ આપવામાં આવે તો ધીમે ધીમે સારું પરિણામ નિશ્ચિત દેખાવા લાગે છે. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન સંસ્કૃતિ વચ્ચે એક મોટો ફરક એ જોવા મળે છે કે વેસ્ટર્ન બાજુ હાયર એન્ડ ફાયર એવી અંતિમ અને ભાવનાશૂન્ય પદ્ધતિ છે, જ્યારે ઈસ્ટર્નમાં જાપાન સહિત એક વાર એક જોબ મળ્યો એટલે આખું જીવન ત્યાં વિતાવવાની પદ્ધતિ છે. પશ્ચિમ બાજુ સર્વસમાનતા મહત્ત્વની, જ્યારે પૂર્વ બાજુના બધા દેશોમાં વ્યક્તિપૂજાની, એટલે કે, ભગવાનના સ્થાન સુધી તે વ્યક્તિને લઈ જઈને મુકવાની પદ્ધતિ છે. મોકળાશ એ પશ્ચિમી સંસ્કૃતિનો પાયો છે અને તેને લીધે સેક્સ એજ્યુકેશન જેવા વિષયો પર પણ એકદમ ઓપનલી ચર્ચા કરે છે, જ્યારે આપણી બાજુ, એટલે કે, પૂર્વમાં આજે પણ આ વિશે ઓપનલી બોલવાનું સાહસ નિર્માણ કરવું પડે છે. ઈન્ડિપેન્ડન્સ-સ્વાતંત્ર્ય પર આધારિત દરેક વ્યક્તિ-સ્વયંકેન્દ્રિત સમાજ રચના આપણી દ્રષ્ટિથી ભાવનાશૂન્ય સમાજ એ પશ્ચિમી જીવનશૈલી છે, જ્યારે કુટુંબ, સંબંધીઓ, ભાવના, સમાજ, રુઢી, પરંપરાનો જબરદસ્ત રિવાજ પૂર્વ બાજુની સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે. એકાદ પુસ્તક લખી શકાય એટલી વિષમતા છે. અમુક બાબતોની બંને સંસ્કૃતિમાં અતિશયોક્તિ પણ છે. તે પારખીને તેનો વચલો માર્ગ પકડીને, બ્લેન્ડ કરીને આગળ જવામાં જ હોંશિયારી છે. વૈશ્વિકીકરણને લીધે, માહિતીની માયાજાળને લીધે, તંત્ર જ્ઞાાનની ક્રાંતિને લીધે પૂર્વ અને પશ્ચિમની આ મૂંઝવણોમાં સપડાયેલી યુવા પેઢીને સમજી લઈને પૂર્વ અને પશ્ચિમમાંથી અંતિમ ભૂમિકા ન લેતાં વચલો માર્ગ પકડીને સમતોલ સાધવાનું જરૃરી છે.

આજે આ વિશે અચાનક ડોકિયું કરવાનું કારણ વીણા વર્લ્ડની 'કારવાલે ટુર્સ' છે. હમણાં ગયા અઠવાડિયે અમે આ સંકલ્પના નવા સ્વરૃપમાં રજૂ કરી. ઉપર મેં જે કહ્યું છે તેવો કલ્ચરલ ડિફરન્સ પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિમાં પર્યટનની બાબતમાં પણ છે. પશ્ચિમમાં ઊઠવાનું, સૂવાનું, જમવાનું અથવા અન્ન, વસ્ત્ર, છત આ પ્રાથમિક સ્વાભાવિક જરૃરતોની જેમ પર્યટન પણ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, જ્યારે હજુ પણ પર્યટને નીકળવું એટલે 'કામધંધો છોડીને કરેલી લીલાલહેર' એવું માનતો એક વર્ગ છે. જ્યારે પૂર્વ બાજુ હોલીડે પર જવું તે અમુક લોકોને ફેડ લાગે છે અથવા આ રીતે મજા કરવી તે જનારને ગુનાહિત લાગે છે. અર્થાત, આ પરિસ્થિતિ બદલાઈ રહી છે અને બદલાવી પણ જોઈએ. વીણા વર્લ્ડ અન્યથા કઈ રીતે ચાલશે. જોક્સ અપાર્ટ, પણ કમસેકમ વર્ષમાં એક વાર પર્યટન દ્વારા પોતાના લાડ કરવાની પદ્ધતિ વધારવા માટે જનજાગૃતિ કરવામાં મેં અવ્વલ ક્રમ મેળવ્યો છે તે કહેવામાં મને ગર્વની લાગણી થાય છે. તો 'કારવાલે ટુર્સ' આવો જ બેસ્ટ ઓફ એવરીથિંગ અથવા બેસ્ટ ઓફ બોથ થ વર્લ્ડસનો પ્રકાર છે. વીણા વર્લ્ડની ગુ્રપ ટુર્સ આ સૌને ખબર જ છે. નિયોજિત કાર્યક્રમ, તેની વ્યવસ્થિત અમલ બજાવણી, પર્યટકોના પૈસાનું પૂર્ણ વળતર, સંગાથે ટુર મેનેજર, વિમાન પ્રવાસ, બસપ્રવાસ, ક્રુઝ પ્રવાસ વગેરે બધું જ ગુ્રપથી-સૌના સંગાથથી આ પૂર્વની સંસ્કૃતિનાં લક્ષણો કહી શકાય. સુનિલા પાટીલ સિગ્નેચર હોલીડેઝ એટલે ટોટલી પ્રાઈવેટ - મી માય ફેમિલી માયસેલ્ફવાળો પશ્ચિમી મામલો કહી શકાય. હવે અમુક પર્યટકોને આમાં બ્લેન્ડ સાધવાનું હોય છે. ગુ્રપ ટુર્સના બધા ફાયદા જોઈતા હોય પણ પ્રવાસ માટે એક સ્વતંત્ર પ્રાઈવેટ વાહન જોઈતું હોય છે, જે બસ સાથે આગળ-પાછળ રહેશે. ગુ્રપ ટુર્સ અને ઈન્ડિપેન્ડન્ટ ટેલરમેડ હોલીડે વચ્ચેનો 'કારવાલે ટુર્સ' પ્રકાર અમે લાવ્યાં છીએ તે સહેલગાહની માહિતી બધી ઓફિસીસમાં અને વેબસાઇટ પર પણ છે. પૂર્વ અને પશ્ચિમ એમ બંને સંસ્કૃતિનું મિલન એટલે કારવાલે ટુર્સ. સો ચાલો, બેગ ભરો, નીકળી પડો !

રજાઓની પહેલાં રજાઓની મજા લો ! ૧૦ ફેબુ્રઆરીથી ૧૦ એપ્રિલ દરમિયાન વીણા વર્લ્ડની સહેલગાહ પર ચાલો ઓછી કિંમતમાં ઉત્કૃષ્ટ સહેલગાહ મેળવો શાંતિથી પર્યટનનો આનંદ લો.

Post Comments