Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રસગુલ્લા વિવાદમાં પ. બંગાળની ઓડિશા સામે જીત, મમતાએ શુભેચ્છા પાઠવી

- પ. બંગાળ-ઓડિશાએ 'રસગુલ્લા અમારા છે' એવો દાવો કર્યો હતો

- મદ્રાસની જિયોગ્રાફિકલ આઇડેન્ટિફિકેશન સંસ્થા પ. બંગાળને જીઆઈ ટેગ આપશે

(પીટીઆઈ) કોલકાતા, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

પશ્ચિમ બંગાળ અને ઓડિશા વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી રસગુલ્લાની શોધ કોણે કરી હતી એ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો.  જોકે, આ લડાઇમાં આખરે પશ્ચિમ બંગાળની જીત થઈ છે અને મુખ્યમંત્રી મમતા બેનરજીએ બંગાળીઓને મોટું યુદ્ધ જીત્યા હોય એમ અભિનંદન પણ આપી દીધી છે. ઓડિશા સરકારે દાવો કર્યો હતો કે, રસગુલ્લાની શોધ બંગાળમાં નહીં પણ ઓડિશામાં થઈ હતી.

 વાત એમ હતી કે, રસગુલ્લા માટે પશ્ચિમ બંગાળ અને ઓડિશા એમ બંને રાજ્યોએ જિયોગ્રાફિકલ આઇડેન્ટિફિકેશનની (જીઆઈ) માંગ કરી હતી. જે તે પ્રદેશ-વિસ્તાર સાથે સંકળાયેલા ઉત્પાદનોને જ આ પ્રકારનો જીઆઈ ટેગ આપવામાં આવે છે. જેમ કે પાટણના પટોળા અને દાર્જિલિંગની ચા. આ બંને ઉત્પાદનોને પણ જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે કારણ કે, તેની લોકપ્રિયતા ભૌગોલિક કારણસર છે.

ઓરિસ્સાએ દાવો કર્યો હતો કે, અહીં તો છેલ્લાં ૬૦૦ વર્ષથી રસગુલ્લા જેવી ખીર મોહન નામની મીઠાઈ ખવાય છે. રસગુલ્લા આ ખીરમોહનનું જ આધુનિક સ્વરૃપ છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળે એ વાતના પુરાવા આપ્યા હતા કે, કોલકાતામાં ૧૮૬૮માં નબીનચંદ્ર દાસ નામના એક હલવાઇએ સૌથી પહેલાં રસગુલ્લા બનાવ્યા હતા.

જોકે, મદ્રાસમાં આવેલી જિયોગ્રાફિકલ આઇન્ડેન્ટિફિકેશન આપતી સંસ્થાએ નિષ્ણાતોની મદદથી ઐતિહાસિક તથ્યો તપાસીને ઓરિસ્સાનો દાવો ફગાવી દીધો હતો. એટલું જ નહીં, કોલકાતાને જીઆઈ ટેગ માટે મંજૂરી પણ આપી દીધી હતી.

Post Comments