Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આઝમ ખાનનું વિવાદાસ્પદ નિવેદનઃ મુસ્લિમો નવરા બેસશે તો બાળકો જ પેદા કરશે

- 'હિન્દુઓ પાસે રોજગાર છે એટલે વધારે બાળકો પેદા કરતા નથી'

- અમિત શાહને 'મોટા માથાવાળા' કહી દીધાં

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2017, શુક્રવાર

પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં આવતા સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને ફરી એક વખત વાંધાજનક નિવેદન આપ્યું છે. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને અલાહાબાદ ખાતે યોજાયેલી એક ચૂંટણીસભામાં આઝમ ખાન બોલી પડ્યા કે મુસલમાન વધારે બાળકો એટલા માટે પેદા કરે છે કે તેમની પાસે કરવા માટે બીજું કોઇ કામ જ નથી.

મુસ્લિમો પાસે રોજગાર ન હોવાનું જણાવતા આઝમ ખાને કહ્યું કે બાદશાહે (PM મોદી) જો કામ આપ્યું હોત તો મુસલમાન ઓછા બાળકો પેદા કરત. તેમણે કહ્યું કે મુસ્લિમોની વસતી વધારે છે અને રોજગાર ઓછા છે એટલા માટે વધારે બાળકો પેદા થઇ જાય છે. મુસ્લિમો નવરા બેસશે તો બાળકો જ પેદા કરશે. હિન્દુઓ વધારે બાળકો પેદા નથી કરતા કારણ કે તેમની પાસે રોજગાર છે.

આઝમ ખાને PM મોદી પર વાર કરતા કહ્યું કે 2 વર્ષના કાર્યકાળમાં વડાપ્રધાને 80 કરોડ રૂપિયાના કપડાં પહેર્યા. તેઓ પોતાને ફકીર કહે છે પરંતુ ફકીર આટલા મોંઘા કપડા પહેરતા નથી. તેમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર કટાક્ષ કરતા તેમને 'મોટા માથાવાળા' કહ્યાં હતાં. તેમણે અમિત શાહના 15 લાખવાળા નિવેદનની મજાક ઉડાવતા કહ્યું હતું 'બાદશાહને હસીન ખ્વાબ દીખાયા, લફ્ફાજી કી ઓર બડે સિર વાલેને કહા કી રાજાને મઝાક કિયા થા'. સાથે સાથે તેમણે એવો દાવો પણ કર્યો કે અમારી સરકાર બનશે તો અમે લોકોને 25-25 લાખ આપીશું. તેમણે કહ્યું કે દેશ આજે પણ 'સોને કી ચીડિયા' છે અને 25-25 લાખ આપ્યા બાદ પણ 'સોને કી ચીડિયા' જ રહેશે.

Post Comments