Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે ત્રીજા પક્ષકારના હસ્તક્ષેપની તમામ અરજીઓ રદ્ કરી

- અયોધ્યા વિવાદમાં મુખ્ય પક્ષકારને જ સાંભળશે

- આગામી સુનવણી 23 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે

નવી દિલ્હી, તા. 14 માર્ચ 2018, બુધવાર

અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જીદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનવણી શરૂ થઇ ગઇ છે.

આ મામલે પ્રથમ અને મહત્વપૂર્ણ નિર્ણય આપતા કોર્ટે ત્રીજા પક્ષકારના હસ્તક્ષેપની તમામ અરજીઓ રદ્ કરી છે અને આ મામલે આવેલી કોઇ પણ અરજી નહી સ્વીકારવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે.

સુપ્રીમે હવે આ મામલે આગળની સુનવણી 23 માર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. કોર્ટે હસ્તક્ષેપ અરજીઓ વિશે અલગ-અલગ પુછ્યું. સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની અરજીની મૌલિકતા વિશે કહ્યું તો વિરોધી વકિલે તેનો વિરોધ કર્યો. મુસ્લિમ પક્ષના રાજીવ ધવને કહ્યું કે, સ્વામીની અરજીને સાંભળવામાં આવે નહી. જ્યારે આ મામલે નારાજ સ્વામી બોલ્યા કે આ લોકો પહેલા પણ કુર્તા-પાયજામાની વિરુદ્ધમાં બોલી ચૂક્યા છે.

ચીફ જસ્ટીસે આરિફ મહમ્મદ ખાનના આ મામલે મધ્યસ્થી કરી ઉકેલ લાવવાના પ્રસ્તાવ પર જણાવ્યું કે, કોઇ પણ વિદ્વાન, વકિલ અથવા અન્ય વ્યક્તિ બંન્ને પક્ષો સાથે વાતચીત કરી શકે છે. બંન્ને વકિલ અમે આવેદન આપે. અમે પોતે સમાધાન માટે કોઇના નામનું સુચન કરી શકીએ નહી, કાયદાની પોતાની એક સીમા હોય છે.

સરકાર તરફથી એએસજી તુષાર મહેતાએ  પણ કહ્યું કે, હસ્તક્ષેપ અરજીઓને અત્યારે સાંભળવી યોગ્ય નથી. ત્યારે આ મામલે કોર્ટે ત્રીજા પક્ષકારની તમામ અરજીઓ રદ્ કરી છે. નોંધનિય છે કે આ મામલો છેલ્લા 68 વર્ષથી કોર્ટમાં છે.

Post Comments