Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નોટબંધી, GST બાદ હવે FDIનો પ્રહાર, વેપારીઓના મરવાના દિવસો : કેજરીવાલ

- કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકારના 100 ટકા એફડીઆઇના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો

- દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વિટ કરીને રોષ વ્યક્ત કર્યો

નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી 2018, શુક્રવાર
 
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે સવારે જ મોદી સરકાર પર હુમલો કરી દીધો છે. કેજરીવાલે કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100 ટકા એફડીઆઇના નિર્ણયનો વિરોધ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રીએ ટ્વિટ કર્યુ છે કે છેલ્લા એક વર્ષમાં વેપારીઓ પણ ત્રણ પ્રહાર કરવામાં આવ્યા છે, જેમાં નોટબંધી ત્યારબાદ જીએસટી અને હવે એફડીઆઇનો નિર્ણય. કેજરીવાલે લખ્યુ છે કે નાના અને મધ્યસ્થ વેપારીઓ માટે તો જાણે મરવાના દિવસો આવી ગયા છે. 
 
ભાજપના ભૂતપૂર્વ નેતા કે. એન. ગોવિંદાચાર્યે સિંગલ બ્રાન્ડ કેન્દ્ર સરકારની એફડીઆઇ નીતિ પર સવાલ કર્યો છે. ગોવિંદચાર્યનું કહેવું છે કે આ નીતિઓ અમલી બનાવવાનું કારણ આર્થિક સુધાર છે, પરંતુ તેના ગંભીર પરિણામ આવશે. ગોવિંદચાર્યનું કહેવું છે કે એફડીઆઇને અમલી બનાવવામાં રાજકારણની જગ્યાએ, આર્થિક સુધારાની મહત્ત્વની ભૂમિકા છે. તેમણે કહ્યુ કે ભારત સામે બ્રાઝીલનું પણ ઉદાહરણ છે, પરંતુ તેમાંથી સબક લેતા નથી. 
 
યશંવત સિન્હાએ રિટેલ બિઝનેસમાં 100 ટકા એફડીઆઇને પરવાનગી આપવાને અને વિભિન્ન ક્ષેત્રોમાં એફડીઆઇના નિયમોને ઉદાર બનાવવાને દેશ માટે ઘાતક હોવાનું જણાવવામાં આવે છે. સિન્હાએ કહ્યુ કે ભાજપનું નેતૃત્વ ધરાવતી સરકારે આ મામલે યૂ-ટર્ન લીધો છે. 
 
ખેડૂત સંઘર્ષ સમિતિના આંદોલનમાં સામેલ થવા માટે મધ્યપ્રદેશ પહોંચતા સિન્હાએ કહ્યુ, 'ભાજપે વિપક્ષમાં હતા ત્યારે રિટેલ સેક્ટરમાં 100 ટકા એફડીઆઇનો સખત વિરોધ કર્યો હતો. હવે કેન્દ્રમાં સરકાર બનાવ્યા બાદ ભાજપ સરકાર તેને અમલી બનાવી રહી છે.' 

Post Comments