Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પરમાણું હથિયારથી ડરીશું નહીં, પાકિસ્તાનને આપીશું જવાબ: સેનાપ્રમુખ

- તેમણે આધુનિકરણના રસ્તે ચાલીને સેનાને સક્ષમ બનાવવાની વાત કરી

નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

સેનાપ્રમુખ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને જવાબ આપવા તૈયારી દર્શાવતા જણાવ્યું હતું કે, અમે પાકિસ્તાનની ધમકીઓથી ડરવાના નથી. સેનાપ્રમુખે સેના દિવસ પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં આ વાત જણાવી હતી.

સેના પ્રમુખે પાકિસ્તાનની પરમાણુ હથિયારની વાતને પણ પડકાર આપ્યો હતો અને સરકાર કહે તો સેના કોઇ પણ અભિયાનમાં સરહદ પર જવા તૈયાર છે તેમ જણાવ્યું હતુ. તેમજ રાસાયણિક, જૈવિક, રેડિયોલોજીકલ અને પરમાણુ હથિયારોના ઉપયોગનો ભય હકીકતની પરિસ્થિતિએ બદલી રહ્યો છે.

સેનાપ્રમુખે પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખતરનાક હથિયારોનો સામનો કરવા માટે સુરક્ષાની ટેક્નોલોજી, સાધનો તેમજ પ્રણાલીને વિકસિત કરવી પડશે અને તે માટે સૈનિકોને તાલીમ આપવી પડશે. તેમજ આધુનિકરણના રસ્તે ચાલીને સેનાને સક્ષમ બનાવવાની વાત કરી હતી. તેમજ સુરક્ષાના કરારોમાં અન્ય દોશો પર નિર્ભરતા ઓછી કરવી પડશે તેવું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સેનાપ્રમુખે ચીન વિશે પણ એક પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે, ચીન એક સક્ષમ દેશ છે તો ભારત પણ નબળું નથી. તેમજ ઉત્તરની સરહદ પર ધ્યાન આપવા પણ કહ્યું હતું. તેમજ ભારતે લાંબા સમય સુધી પશ્ચિમ સરહદ પર ધ્યાન આપ્યું છે પરંતુ હવે ઉત્તરની સરહદ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની પણ વાત કરી હતી. આમ સેનાપ્રમુખ રાવતે દુશ્મનોને જડબાતોડ જવાબ આપવાની તૈયારી દર્શાવી હતી તેમજ આવનારા સમયમાં સાયબર યુદ્ધ માટે પણ તૈયાર રહેવા જણાવ્યું હતું.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments