Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજ્યસભાની ચૂંટણીમાં 'નોટા'ને પડકારતી અરજી કાયદાનો દુરુપયોગ

- ચૂંટણી પંચની સુપ્રીમમાં રજૂઆત

- જાન્યુઆરી, ૨૦૧૪થી ઘણા રાજ્યોમાં નોટા વિકલ્પ સાથે રાજ્યસભાની ચૂંટણી થયેલી છે : EC : ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં નોટાના ઉપયોગ સામે ગુજરાત કોંગ્રેસની સુપ્રીમમાં અરજી

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
રાજ્યસભાની ચૂંટણી દરમિયાન નોટા વિકલ્પના  ઉપયોગને પડકારવા ગુજરાત કોંગ્રેસ દ્વારા સુપ્રીમમાં દાખલ કરાયેલી અરજીના સંદર્ભમાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી આ અરજી કાયદાકીય પ્રક્રીયનો દુરુપયોગ છે અને ટકી શકે તેમ નથી.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવવાની માગ કરતા ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જાન્યુઆરી, ૨૦૧૪થી નોટા વિકલ્પ સાથે ઘણા રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણી થઇ છે.

સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો ઉલ્લેખ કરતા ચૂંટણી પંચે જણાવ્યું છે કે મત આપવો કે નહીં તે દરેક મતદારનો અધિકાર છે.

ચૂંટણી પંચ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી પીટિશનનો સ્વીકાર કરી શકાય તેમ નથી કારણકે ચૂંટણી પંચ દ્વારા કોઇ પણ મૂળભૂત અધિકારનો ભંગ કરવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ૩ ઓગસ્ટે રાજ્યસભા ચૂંટણીમાં નોટાની બંધારણીય માન્યતા ચકાસવાની મંજૂરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક શૈલેષ મનુભાઇ સોલંકીએ રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

Post Comments