Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આંધ્રના ગંતુર શહેેરમાં નવ વર્ષની બાળકીની છેડતી પછી ટોળાએ પોલીસ સ્ટેશનને ધમરોળ્યું

- આરોપી કે. રઘુને સોંપી દેવા ટોળાએ માગ કરતાં સ્થિતિ વણસી: ચાર પોલીસ ઘાયલ

- વિફરેલા ટોળાએ પોલીસના ૨૨ વાહનોને આગ ચાંપી: આરોપી હાજર થયો

હૈદરાબાદ,તા.૧૬ મે 2018, બુધવાર

આંઘ્ર પ્રદેશના ગંતુર શહેરમાં આજે વહેલી સવારે નવ વર્ષની બાળકીની ૨૦ વર્ષના યુવાને કરેલી છેડતી પછી રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધો હતો અને ચારે તરફ વિરોધ પ્રદર્શન થતાં પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. નાગરિકોએ પોલીસો પર પથ્થરમારો કરતાં ચાર પોલીસને ઇજા થઇ હતી. બાળકીના પરિવારના સભ્યો અને તેમના સબંધીઓએ છેડતી કરનાર યુવકને પોતાને સોંપી દેવા માગ કરી હતી.

લોકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો અને ૨૨ વાહનોને આગ ચાંપી હતી.રોષે ભરાયેલા લોકોને શાંત પાડવા ઘટના સ્થળે ધસી ગયેલા ગંતુરના પોલીસ વડા એ કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બળાત્કાર કર્યો નહતો, માત્ર છેડતી કરી હતી.' અમે કેસ નોંધી લીધો છે. સ્થિતિ નિયંત્રણમાં છે'એમ તેમણે કહ્યું હતું. પોલીસ અનુસાર, મંગળવારે સવારે જુના ગંતુર વિસ્તારમાં બાલાજીનગરમાં પોતાના ઘરની બાજુમાં રહેતી નવ વર્ષની બાળકીની કે. રઘુએ છેડતી કરી હતી.

બીજા ધોરણમાં ભણતી બાળકી ત્યાંથી ભાગવામાં સફળ રહી હતી અને  સાંજે ઘર પહોંચતા પહેલા પાણીની ટાંકી પાછળ સંતાઇ ગઇ હતી. તેણે પોતાના વાલીઓને આ ઘટનાની જાણ કરી હતી. તેમણે તાત્કાલિક સ્થાનિકો અને સબંધીઓને સાવધાન કર્યા હતા જેમણે રઘુના ઘરને ઘેરી લીધો હતો, પરંતુ રઘુ મળ્યો નહતો.  બાળકીના ઘર વાળા મને મારી નાંખશે એવા ડરથી સાંજે રઘુ જુના ગંતુર પોલીસ સ્ટેશન હાજર થયો હતો.

આની જાણ થતાં રાતના દસ વાગે સ્થાનિકો અને સબંધીઓ પોલીસ સ્ટેશને આવ્યા હતા અને રઘુને સોંપી દેવાની માગ કરી હતી. પોલીસે કહ્યું હતું કે રઘુ સામે કેસ દાખલ કર્યો હતો. જો કે લોકોનો આક્રોશ શાંત થયો નહતો. પોલીસે  લોકોને વિખેરવા લાંઠી ચાર્જ કર્યો હતો અને રબરની બુલેટ ફાયર કરી હતી.

Post Comments