Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુષ્માની ચેતાવણી બાદ એમેઝોને ત્રિરંગાવાળી ડોરમેટ હટાવી લીધી

- વિદેશ મંત્રી એમેઝોન દ્વારા કરાયેલા રાષ્ટ્રધ્વજના અપમાનથી રોષે ભરાયા

- સુષ્મા સ્વરાજે એમેઝોનને માફી માંગવા માટે કહ્યુ હતુ

નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી 2017, ગુરુવાર

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની ચેતાવણી બાદ ઇ-શોપિંગ કંપની એમેઝોને પોતાની વેબસાઇટમાંથી દેશના ઝંડો ધરાવતા ડોરમેટ હટાવી લીધા છે. ડોરમેટ પર ત્રિરંગાની તસવીર જોઇને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ખૂબ જ રોષે ભરાયા હતા અને તેમણે કંપનીને તેને હટાવવા માટે અને માફી માંગવા માટે કહ્યુ હતુ.

એમેઝોને નથી માંગી માફી
જો કે, એમેઝોને હજુ સુધી આ બાબતે માફી માંગી નથી. એમેઝોનની વેબસાઇટ પર ભારતના રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાનું અપમાન કરતી વસ્તુઓ વેચવામાં આવી રહી હતી. કેનેડામાં એમેઝોને ડોરમેટની કિંમત 2450 રૂપિયા રાખી હતી.

વિદેશ મંત્રીએ ટ્વિટ કરીને કહ્યુ, એમેઝોને કોઇ પણ શરત વગર માફી માંગવી જોઇએ. તેમણે બજારમાંથી એવા તમામ ઉત્પાદનો પરત લેવા જોઇએ જે અમારા રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરતા હોય. જો કંપની એવુ નથી કરતી તો અમે એમેઝોનના અધિકારીઓને ભારતના વીઝા આપવામાં આવશે નહીં અને આ પહેલા જાહેર કરવામાં આવેલા વીઝા પણ રદ્દ કરી દેવામાં આવશે. આ સાથે જ તેમણે કેનેડામાં ભારતીય હાઇ કમિશનને એમેઝોનના અધિકારીઓ સામે આ મુદ્દો ઉઠાવવા માટે સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે એમેઝોન કેનેડાની વેબસાઇટ દ્વારા બે વિક્રેતાઓ માયર્સ ફ્લેગ ડોરમેટ્સ અને એક્સએલવાઇએલ ભારતના રાષ્ટ્રધ્વજની પ્રિન્ટવાળા ડોરમેટ્સ વેચી રહ્યા હતા. ટ્વિટર મારફતે એક વ્યક્તિએ વિદેશ મંત્રીનું આ બાબતે ધ્યાન દોર્યુ હતુ.

Post Comments