Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અખિલેશ સરકારે 20 કરોડ રોજગારી ભથ્થુ વહેચવા માટે રૂ. 15 કરોડ ખર્ચ્યા:CAG

- અખિલેશ યાદવે સમાજવાદના નામે બેરોજગારી ભથ્થાની શરૂઆત કરી હોવાનો આક્ષેપ

ઉત્તરપ્રદેશ, તા. 19 મે 2017, શુક્રવાર

ઉત્તર પ્રદેશ વિધાનસભા સત્રના ચોથા દિવસે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)નો રિપોર્ટ સદનમાં રજૂ થતાની સાથે જ અખિલેશ સરકારના ગોટાળા મુદ્દે યોગી સરકારે અખિલેશ યાદવે સમાજવાદના નામે બેરોજગારી ભથ્થાની શરૂઆત કરી છે. બેરોજગારી ભથ્થુ અને લેપટોપની વાત કરવાથી અખિલેશે યુવા સીએમ તરીકેની ઓળખ મેળવી છે. લોકોને તેમના તરફથી એક નવુ વિઝન મળવાની આશા હતી પરંતુ તે મળી શક્યું નથી.

આ રિપોર્ટમાં અખિલેશ યાદવની ડ્રિમ યોજનાઓમાં સામેલ બેરોજગારી ભથ્થા યોજના સામે સવાલ ઊભા કરવામાં આવ્યા હતા. સીએજી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બેરોજગારી ભથ્થાની વહેંચણી માટે ઓર્ગેનાઈઝ કરવામાં આવેલો કાર્યક્રમ નિયમ વિરુદ્ધ છે. અખિલેશ સરકારે 20 કરોડ રોજગારી ભથ્થુ વહેચવા માટે રૂ. 15 કરોડ ખર્ચ કર્યા છે.
 
CAG રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લેબર ડિપાર્ટમેન્ટે 2012-13 દરમિયાન 1,26,521 બેરોજગાર લોકોને આ કાર્યક્રમ દરમિયાન ચેક દ્વારા રૂ. 20.58 કરોડ રૂપિયાની રકમ વહેંચી છે.

આ કાર્યક્રમ 60 જિલ્લાઓમાં કરવામાં આવ્યો હતો. તેની શરૂઆત સપ્ટેમ્બર 2012માં લખનઉથી કાલ્વિન તાલુકેદાર કોલેજથી કરવામાં આવી હતી. જ્યાં અખિલેશના કાર્યક્રમમાં 10 હજાર લોકો આવ્યા હતા. 44 લોકોને સ્ટેજ પર મુલાયમ સિંહની હાજરીમાં ચેકની વહેચણી કરવામાં આવી હતી.

અલગ અલગ જિલ્લાઓમાં થયેલા કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને કાર્યક્રમના સ્થળ સુધી લાવવામાં 6.99 કરોડ અને તેમને બેસાડવા અને ખાણી-પીણીની વ્યવસ્થા માટે રૂ. 8.07 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ બેરોજગારોને ભથ્થુ આપવાના કાર્યક્રમમાં રૂ. 15.06 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
 
CAGનું કહેવું છે કે, બેરોજગારી ભથ્થુ યોજના 2012માં શરુ થઈ હતી, જેના માટે નિયમો પણ બનાવવામાં આવ્યા હતા. તે માટે બેરોજગારી ભથ્થુ વહેચવા માટે લાભાર્થીઓને સ્થળ પર લાવવા માટે અને તેમના પર કરવામાં આવતા ખર્ચનું કોઈ આયોજન કરવામાં આવ્યું નહતું.

આ યોજના ત્યારે નક્કી કરવામાં આવી જ્યારે ભથ્થાની ચૂકવણી હપ્તાઓમાં લાભાર્થીઓને તેમના નેશનલ અથવા રિજનલ એકાઉન્ટમાં સીધી જમા કરાવવાની હતી. બેન્ક એકાઉન્ટની ડિટેલ એપ્લિકેશન લેટરમાં ભરવાની હતી. જેમાં બેન્કનું નામ, એકાઉન્ટ નંબર અને આઈએફસી કોડ પર ભરવાનો હતો. જે બેન્ક ઓફિસર દ્વારા સર્ટીફાઈડ પણ હતો. ત્યારપછી બેરોજગારી ભથ્થુ સીધુ એકાઉન્ટમાં જમા કરવાનું હતું.

Post Comments