Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લાંબા સમય પછી મુલાયમ અને અખિલેશ એક મંચ પર સાથે દેખાયા

- ૨૦૧૯ની લોકસભાની તૈયારીઓ શરૃ કરવા અખિલેશની કાર્યકર્તાઓને હાકલ

(પીટીઆઇ) લખનઉ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

લાંબા સમય પછી સમાજવાદી પક્ષના નેતા મુલાયમ સિંહ અને તેમના પુત્ર તેમજ પક્ષના પ્રમુખ   અખિલેશ યાદવે એક જાહેર સભામાં એકજ મંચ પર  હાજરી આપી હતી.પ્રસંગ હતો સમાજવાદી નેતા ડો. રામ મનોહર લોહિયાની મૃત્યતીથીનો જે લોહિયા પાર્કમાં આયોજીત કરવામાં આવ્યો હતો અને બાપ-દિકરા બન્ને લોહિયાને શ્રધ્ધાંજલી આપવા આવ્યા હતા. પિતા-પુત્રે પાછળથી ફોટોગ્રાફરો સામે ઊભા રહી ફોટા પડાવ્યા હતા.૪૪ વર્ષના  અખિલેશ યાદવ જાહેરમાં તેમના પિતા ૭૭ વર્ષના મુલાયમ સિંહના પગે લાગ્યા હતા.

 અગાઉ મુલાયમ સિંહ યાદવ સવારે લોહયા ટ્રસ્ટની ઓફિસે ગયા હતા અને ભાઇ શિવપાલ સિંહ યાદવની સાથે મળીને લોહિયાના શ્રધ્ધાંજલી અર્પી હતી. ત્યાર પછી સપાના વડા મથકે પત્રકારોને સંબોધતાં અખિલેશ યાદવે કહ્યું હતું કે તેમના દ્વારા શરૃ કરાયેલા અનેક પ્રોજેક્ટને હવે તેમના નામની તકતી ખસેડીને ભાજપ  દ્વારા ઉદ્ધાટન કરવામાં આવે છે.

મુલાયમ સિંહ અંગે તેમણે કહ્યું હતું કે 'જો કોઇ પિતા તેના પુત્રની ભુલને છાવરે છે તો તેઓ ગેરમાર્ગેે દોરાય છે. દરેક પરિવારમાં વિચારધારાની લડાઇ હોય છે જ'એમ રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રીએ કહ્યું હતું. પક્ષના કાર્યકરોને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે તૈયાર થવા કહેતા સપાના મુખ્યા એ કહ્યું હતું કે ' હવે તો આપણે કંઇ જ ગુમાવવાનું નથી. આપણે તો કંઇ મેળવીશું જ. રાજ્યના લોકો સપાના ફરીથી શાસનમાં લવાવની રાહ જોઇ રહ્યા છે' એમ તેમણે કહ્યું હતું.

Post Comments