Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વધુ પ્રદૂષિત વિસ્તારોમાં કૃત્રિમ વરસાદ કરવાની એનજીટીની દિલ્હી સરકારને સલાહ

- લોકો પ્રદૂષણથી ત્રસ્ત અને સરકાર-ટ્રિબ્યુનલ વિવાદોમાં વ્યસ્ત

- મહિલાઓ અને ટુવ્હીલર વાહનોને ઓડ ઇવન યોજનામાંથી છુટ ન આપી શકાય : એનજીટીએ સરકારની અપીલ ફગાવી

દિલ્હી-હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશને અંદરો અંદર લડવા કરતા સાથે મળી પ્રદુષણ અટકાવવામાં મદદ કરવા કહ્યું
નવી દિલ્હી, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

દિલ્હીમાં પ્રદુષણે ભયજનક સપાટી વટાવી દીધી છે. આ સ્થિતિ વચ્ચે સરકાર અને ગ્રીન ટ્રિબ્યૂનલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર કહે છે કે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને ઓડ ઇવન યોજના (એકી બેકી)માંથી મુક્તી આપવી જોઇએ. જ્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ મહિલાઓને આવી છુટછાટ આપવાની ના પાડી રહી છે. સાથે ટુવ્હિલર વાહનોને પણ છુટ આપવાની આમ આદમી પાર્ટીની સરકારની માગ એનજીટીએ ફગાવી દીધી હતી. સતત બીજી વખત ટ્રિબ્યૂનલે આ માગણી ફગાવી હતી.

ટ્રિબ્યૂનલે આદેશ જારી કર્યા હતા કે એકીબેકી યોજના લાગુ કરવી હોય તો કરો પણ તેમાંથી મહિલાઓ અને દ્વીચક્રી વાહનોને છુટછાટ આપવામાં આવશે નહીં. તે સમયે આમ આદમી પાર્ટીની સરકારે એવી દલીલ કરી હતી કે મહિલાઓને આ યોજનામાંથી છુટ આપવી જરુરી છે કેમ કે તેમની સુરક્ષાનો પ્રશ્ન છે. જ્યારે દ્વીચક્રી વાહનોને છુટ આપવી એટલા માટે આવશ્યક છે કેમ કે દિલ્હીમાં જો ટુવ્હીલરને આ યોજનાથી છુટ આપવામાં ન આવી તો લોકો બસમાં મુસાફરી કરવા માટે મજબુર થશે અને એટલા પ્રમાણમાં આપણી પાસે બસ નથી.

આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે અમે સમગ્ર મામલે ગ્રીન ટ્રિબ્યૂનલને અપીલ કરીશું, આ અપીલ સરકારે કરી પણ તેને પણ ટ્રિબ્યૂનલે ફગાવી દીધી હતી. સરકારે હાલ વિવાદોને પગલે આ  યોજનાને પડતી મુકી છે. એનજીટીના ચેરમેન જસ્ટિસ સ્વતંત્ર કુમારે આમ આદમી પાર્ટીને કહ્યું હતું કે જે પણ વિસ્તારમાં પ્રદુષણ વધુ હોય તેવા વિસ્તારોને ઓળખી કાઢો, અને આવા વિસ્તારોમાં જે બહુ ઉંચી ઇમારતો આવેલી હોય ત્યાં પાણી ચડાવીને તેનો આ વિસ્તારોમાં છંટકાવ કરો, તેનાથી પ્રદુષણ કાબુમાં આવી શકે છે. હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હરિયાણા રાજ્યોમાં ખેતરોમાં બાળવામાં આવી રહેલા કેટલાક પદાર્થોને લઇને પણ દિલ્હીમાં પ્રદુષણ વધી રહ્યાના દાવા થઇ રહ્યા છે. આ મામલે આ રાજ્યો આમને સામને આવી ગયા છે. જેને લઇને પણ ગ્રીન ટ્રીબ્યૂનલે ઠપકો આપ્યો હતો.

Post Comments