Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલ્હીમાં આપના કાર્યકરોની એલ.જી. ઓફિસ તરફ કૂચ, યશવંત સિંહા પણ જોડાયા

- આઇએએસ અધિકારીઓની હડતાળનો વિરોધ

- વાજપેયી જેવા વડાપ્રધાનપદે હોત તો આ સમસ્યા તરત ઉકેલાઈ જાત : આજની સરકાર ઉંઘે છે : યશવંત સિંહા

(પી.ટી.આઇ.)          નવી દિલ્હી, તા. ૧૩ જૂન 2018, બુધવાર

દિલ્હીના આઇએએસ અધિકારીઓની હડતાલના પ્રશ્ને આપ સરકાર અને એલ.જી. ઓફિસ વચ્ચે ટકરાવ વધ્યો હતો. આજે આપના નેતાઓ અને હજારો કાર્યકરોએ એલજીની ઓફિસ તરફ કૂચ કરી હતી. કેજરીવાલ અને તેમના મંત્રીઓ આજે પણ એલજી ઓફિસમાં ઘરણાં પર હતા. આપના નેતાઓની કૂચમાં ભાજપના પૂર્વ નેતા યશવંતસિંહા પણ જોડાયા હતા.

આપના નેતાઓ અને કાર્યકરોને સંબોધન કરતા યશવંતસિંહાએ લડતમાં સમર્થન આપતા જણાવ્યું હતું કે જો પૂર્વવડાપ્રધાન વાજપેયી સત્તામાં હોત તો દિલ્હીની સમસ્યાના ઉકેલ માટે ગૃહમંત્રાલયને આદેશ કર્યો હોત. પરંતુ આજની સરકાર ઊંઘી રહી છે દેશ આખો દિલ્હીની સ્થિતિ મુદ્દે ચિંતામાં છે.

આપ સરકારની માગણીમાં રેશનના ઘેર ઘેર ડીલીવરીને મંજૂરી ઉપરાંત અધિકારીઓની હડતાળનો અંત લાવવાનો સમાવેશ થાય છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન આપના કાર્યકરોએ એલજી ઓફિસ છોડોના નારા લગાવ્યા હતા.
દિલ્હીના આપના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે જણાવ્યું હતું કે, જો હડતાળ ખતમ નહી તાય તો આજે રાત્રે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવશે.

દરમિયાન દિલ્હી ભાજપના નેતાઓએ કેજરીવાલની ઓફિસ સામે ઘરણા યોજ્યા હતા અને સરકારની નિષ્ક્રિયતા મુદ્દે ટીકા કરી હતી.

દિલ્હીની વિધાનસભાના વિપક્ષના નેતા વિજેન્દર ગુપ્તાએ પણ આપ સરકારની ટીકા કરી હતી. ભાજપના નેતાઓએ દિલ્હીમાં પાણીની તંગીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Post Comments