Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાટનગર દિલ્હીમાં આંધી, એકનું મોત પ.બંગાળમાં વીજળી પડતાં સાતનાં મોત

- ઉ.ભારતમાં આંધીનો સિલસિલો

- રાજસ્થાનના ચુરૃમાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે પ્રચંડ ગરમી યથાવત : પંજાબ, હરિયાણામાં પણ તીવ્ર ગરમી

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૬ મે 2018, બુધવાર

પાટનગર દિલ્હીમાં આજે પણ આંધીનું તોફાન ફરી વળ્યું હતું જેમાં એકનું મોત અને ૧૩ ઘાયલ થયા હતા. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ સાથે વીજળી પડતાં સાતના મોત થયા હતા. રાજસ્થાનમાં પ્રચંડ ગરમી પડી હતી અને હવામાન વિભાગે આગામી ૭૨ કલાકમાં દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આંધી-તોફાની  આગાહી કરી હતી.

પાટનગર દિલ્હીમાં આજે રાત્રે ત્રણ વાગે આંધીનું તોફાન સર્જાયું હતું. ગોકુલપુરીમાં ઘરની દિવાલ ધસી પડતાં નિદ્રાધિન યુવકનું મોત થયું હતું. વિવિધ વિસ્તારોમાં થયેલી અન્ય દુર્ઘટનાઓમાં ૧૩ ઘાયલ થયા હતા.

આંધીને પગલે વૃક્ષો ધરાશાયી થવાના ૫૯ ફોન પોલીસ તંત્રને મળ્યા હતા. વીજપોલ તૂટી પડવાના પાંચ અને હોર્ડિંગ તૂટી પડવાના ૧૧ કોલ પણ મળ્યા હતા. ૧૩ કાર અને એક મોટરસાયકલને આંધીમાં નુકસાન થયાના અહેવાલ હતા.

પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ વચ્ચે વીજળી પડતાં સાતનાં મોત થયા હતા અને ૯ને ઈજા થઇ હતી. નાદિયા જિલ્લામાં વીજળી પડતા ચાર, ૨૪ પરગણામાં બે અને વાંકુરામાં એકનું મોત થયું હતું.
બીજી તરફ રાજસ્થાનમાં પ્રચંડ ગરમીનું મોજું યથાવત હતું. ચુરૃમાં સૌથી વધુ ૪૩.૪ ડિગ્રી, બારમેર અને જેસલમેરમાં ૪૩.૧, દબોકમાં ૪૧.૭, બિકાનેરમાં ૪૨.૬, જોધપુરમાં ૪૧.૭ અને જયપુરમાં ૪૧.૫ ડિગ્રી તાપમાન નોંધાયા હતા. કોટા અને જયપુરમાં ૬.૫ મી.મી. અને ૦.૧ મી.મી. વરસાદ થયો હતો.

હિમાચલ પ્રદેશમાં તાપમાનનો પારો ઊંચો ગયો હતો. ઉનામાં સૌથી વધુ ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તમામ સ્થળોનું તાપમાન પણ ઊંચું રહ્યું હતું. શિમલામાં મહત્તમ ૨૬.૪ અને લઘુતમ ૧૫.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન  વિભાગે બરફવર્ષાની  આગાહી કરી હતી.
પંજાબ અને હરિયાણામાં પણ સરેરાશ તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.

Post Comments