Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નફ્ફટ પાકિસ્તાનનો સરહદે તોપમારો એક જવાન શહીદ, મહિલાનું મોત

- ગ્રામીણ વિસ્તારો તેમજ સૈન્ય ચોકીઓને નિશાન બનાવી

- એલઓસી પાસે વિસ્ફોટ અને આતંકીઓ સાથે ગોળીબારની ઘટનામાં એક જવાન શહીદ, પાંચ ઘાયલ

જવાનો પર હુમલો કરી આતંકીઓ નાસી છુટયા, તપાસ માટે ઓપરેશન જારી
અલગતાવાદીઓનું બંધનું એલાન, હીંસાને રોકવા શાળા-કોલેજો બંધ કરાવાઇ

શ્રીનગર, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

પાકિસ્તાન સૈન્યએ એલઓસીના પૂંચ સેક્ટરમાં ફરી ગોળીબાર કર્યો હતો. જેમાં એક જવાન શહીદ થયો છે, ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પણ અંધાધુંધ મોર્ટારમારો કરતા એક મહિલાનું મોત નિપજ્યું છે અને અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે.

જ્યારે પાકિસ્તાને ગોળીબાર કર્યો ત્યારે જવાબી કાર્યવાબી કરવા ભારતીય સૈન્યએ પણ ગોળીબાર કર્યો હતો. દરમિયાન પાકિસ્તાની સૈન્યની ગોળી વાગતા મધ્ય પ્રદેશના રહેવાસી ૪૨ વર્ષીય નાઇબ સુબેદાર જગરામસિંહ તોમર શહીદ થયા હતા. સૈન્યએ તેમના માનમાં જણાવ્યું હતું કે તોમર એક બહાદુર સૈનિક હતા. તેમના યોગદાનને દેશ ક્યારેય નહીં ભુલે.

બીજી તરફ સરહદી ગામડાને નિશાન બનાવવાથી એક મહિલાનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે આસપાસના અનેક મકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પાકિસ્તાની સૈન્ય દ્વારા અત્યાર સુધીમાં ૨૮૫ વખત સરહદે ગોળીબાર કરી શસ્ત્ર વિરામનો ભંગ કરવામાં આવ્યો છે.

જ્યારે સૈનિકો પર થયેલા ગોળીબારમાં અને બ્લાસ્ટની જુદી જુદી ઘટનામાં કુલ પાંચ જવાનો પણ ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સરહદે એક નાના બ્લાસ્ટની ઘટના પણ બની હતી. કેરન સેક્ટરમાં બ્લાસ્ટ થતા એક જવાન ઘાયલ થયો છે.

સરહદે ગોળીબારની ઘટના બાદ શોપિયાનમાં આતંકીઓ દ્વારા સૈન્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. જવાબી કાર્યવાહી થતા બન્ને વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો. આ ઘટનામાં એક જવાન શહીદ થયો હતો જ્યારે પાંચ ઘાયલ થયા હતા. બાદમાં આતંકીઓ નાસી છુટવામાં સફળ રહ્યા હોવાથી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી શોધખોળ શરૃ કરવામાં આવી છે. કુપવાડામાં પણ આતંકીઓએ સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો હતો જેમાં એક જવાન ઘાયલ થયો છે. સરહદે સતત ગોળીબાર થઇ રહ્યો છે. અવાર નવાર જવાનો શહીદ થઇ રહ્યા છે.


સરહદે પાક.ના ગોળીબારને પગલે બંધ કરાયેલી ૬૮૫ સ્કૂલો ફરી ખુલી
સરહદે પાકિસ્તાન દ્વારા સતત ગોળીબાર થતા  એલઓસી પરની આશરે ૬૫૮ જેટલી શાળાઓને બંધ કરવામાં આવી હતી, જોકે હવે સ્થિતિ પ્રમાણમાં સુધરતા આ શાળાઓને ફરી ખોલવામાં આવી છે.
પાંચમી ઓગસ્ટથી બંધ શાળાઓમાં ફરી શિક્ષણકાર્ય શરૃ કરી દેવાયું છે. જોકે પાકિસ્તાન દ્વારા સતત ગોળીબાર ચાલુ જ છે. આ સ્થિતિ વચ્ચે કેટલાક માતા પિતા પોતાના બાળકોને શાળાએ મોકલવાનું ટાળી રહ્યા છે. સૈન્ય દ્વારા પણ આવી સંવેદનશિલ વિસ્તારો વાળી શાળાઓને સુરક્ષા પુરી પાડવામાં આવી છે.  આ ઉપરાંત ૧૩ જેટલી શૈક્ષણિક સંસ્થાઓને પણ ફરી ખુલ્લી મુકવામાં આવી છે. સૌથી વધુ નૌશેરા અને પૂંચ સેક્ટરમાં ગોળીબાર થતો હોય છે. જેને પગલે અહીં વસતા લોકોમાં ભયનો માહોલ છે.

Post Comments