Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધનબાદ અલપુઝા-ટ્રેનમાંથી માનવ તસ્કરીનો ભોગ બનેલા ૮૭ છોકરાને બચાવાયા

- ૯ થી ૧૭ વર્ષની વયના આ છોકરાઓને લઈ જતા છ યુવાનો પણ ઝબ્બે

(પીટીઆઇ)        નવીદિલ્હી, તા. ૧૨ જુલાઈ 2018, ગુરુવાર

બોકારોમાં ૮૭ સગીર છોકરાઓના એક જૂથને ધનબાદ-અલયુઝા એક્સપ્રેસ ટ્રેનમાંથી બચાવવામાં આવ્યું છે. આ પ્રકારે ટ્રેનમાંથી ૨૬ બાળાઓને બચાવ્યાના થોડા દિવસોમાં જ ૮૭ સગીર છોકરાઓને લઈ જવાતા હોવાથી રેલવે તંત્ર ચોંકી ગયું છે. અધિકારીઓના મતે આ ઓપરેશનમાં સૌથી વધુ છોકરાઓને બચાવાયા છે. બોકારો પોલીસે આ સગીર છોકરાઓને લઈને જઈ રહેલા છ શંકાસ્પદ માનવ તસ્કરોને પણ ઝડપ્યા છે.

પોલીસને બાતમી મળી હતી કે એસ-૩ અને એસ-૬ નંબરના કોચમાં શંકાસ્પદ સંજોગોમાં ૮૭ છોકરાઓને લઈ જવાઈ રહ્યા છે. તેના આધારે રેલવે પ્રોટેકશન ફોર્સ, રાજ્ય પોલીસ અને ઇન્ટેલીજન્સ બ્યુરોએ ૮૭ છોકરાઓ સહીત ૯૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તમામ છોકરાઓ ૯ થી ૭ વર્ષની વય જૂથના છે.

આ તમામ ધનબાદથી રેલવેમાં બેઠા હતા. જેને ૧૭ ટુકડીઓમાં વહેંચી નાંખવામાં આવ્યા હતા અને તેમની સાથે એક યુવાન તેમના વાલી તરીકે પ્રવાસ કરતો હતો. સાથે પ્રવાસે કરતા યુવાનો પણ ૧૯ થી ૨૭ વર્ષની વયના હતા જે વિજયવાડા અને કોઇમ્બતુર ઉતરવાના હતા. તમામ બાળકોનો કબજો હાલ સી.ડબલ્યુ.સી.ને સોંપવામાં આવ્યો છે. રેલવે બોર્ડના ચેરમેન અશ્વિની લુહારે, લોકજાગૃતિ અભિયાન ચાલુ કર્યા બાદ સફળ પ્રતિભાવ મળી રહ્યો છે.

Post Comments