Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાણો એ આઠ મહિલાઓ વિશે જેમના વગર ISROનો વિશ્વવિક્રમ અધૂરો

- આજે ISROમાં 16000થી પણ વધુ મહિલાઓ કામ કરી રહી છે

- માર્સ મિશનમાં 20 ટકા મહિલા વૈજ્ઞાનિકો કામ કરી રહી છે

અમદાવાદ, તા. 17 ફેબ્રુઆરી 2017, શુક્રવાર

કહેવાય છે કે દરેક સફલ પૂરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એવી જ રીતે હાલમાં જ ISROએ વિશ્વવિક્રમ રચી સમગ્ર વિશ્વનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે ISROની ઝળહળતી સફળતા પાછળ આઠ સ્ત્રીઓનો હાથ છે.

માર્સ મિશનમાં 20 ટકા મહિલા વૈજ્ઞાનિકો કામ કરી રહી છે.

આજે ISROમાં 16000થી પણ વધુ મહિલાઓ કામ કરી રહી છે. આ સંખ્યા દિવસે દિવસે વધી રહી છે.
ચાલો જાણીએ કોણ છે આ સ્ત્રીઓ અને શુ છે તેમનો ફાળો

1. ઋતુ કરિધાલ
ઋૂતુ નાનપણથી જ વિચારતી હતી કે તે ચાંદો ઘડીકમાં નાનો ને ઘઢીકમાં મોટો કેમ થાય છે તેનો અમુક ભાગ કાળ કેમ દેખાય છે. તેની આ જીજ્ઞાસાને કારણે આજે તે માર્શ ઓર્બિટર મિશનની ડેપ્યુટી ઓપરેશન્સ ડાયરેકટર છે.

2.મૌમિતા દત્તા
મૌમિતા માર્સ મિશનની પ્રોજેક્ટ મેનેજર છે. કલકત્તા યુનિવર્સિટીથી એપ્લાઈડ ફિઝિક્સમાં એમ. ટેક કર્યુ છે. આજે એ મેક ઈંન્ડિયા ઈનિશિએટિવ ટીમની હેટ છે. ઓપ્ટિકલ સાયન્સમાં ભારતના વિકાસ અગ્રેસર છે તેમાં મૌમિતાનો ફાળો છે.

3. નંદિની હરિનાથ
નંદિરનીને નાનપણમાં સ્ટાર્ક ટ્રેક સીરીઝ જોઈ હતી અને તેને વિજ્ઞાન પ્રત્યે વિશેષ લગાવ થઈ ગયો હતો. એન્જિનિયર, ટીચર વગેરેથી ભરેલા પરિવારમાં નંદિનીએ પણ નાનપણથી જ વૈજ્ઞાનિક બનવાનું નક્કી કરી લીધુ હતુ.
2000ની નોટ ઉપર માર્સ ઓબિટર મિશનની તસવીર જોઈએ ગર્વ લેતી નંદિની આ મિશનની ડેપ્યુટી ડાયરેક્ટર છે.

4. અનુરાધા ટી.કે
ISROની વરિષ્ઠ મહિલા અધિકારી છે. 9 વર્ષની ઉમંરે જ તેણે નક્કી કરી લીધુ હતુ કે, તે મોટી થઈને અવકાશ વૈજ્ઞાનિક બનશે. નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર ઉપર પગ મુક્યો અને અનુરાધાનું સ્પેશ સાયનટીસ્ટ બનવાનું સપનું વધુ તીવ્ર બન્યુ.

5. એન. વલરમાથી
ભારતમાં બનેલા પહેલા રડાર RISAT-1 લોન્ચ કરવામાં મહત્વપૂર્મ ભૂમિકા નિભાવી હતી. ISROમાં સેટેલાઈટ મિશનનું નૈતૃત્વ કરનારી આ બીજી મહિલા છે. 52 વર્ષિય વલરમાથીએ તમિલનાડુનું નામ રોશન કર્યુ છે.

6. મીનલ સંપથ
મીનલે ISROમાં 500 વૈજ્ઞાનિકોની ટીમનું નૈતૃત્વ કર્યુ છે. 2 વર્ષ સુધી તેણે કોઈ રજા નથી લીધી. મીનલ ISROના પહેલા મહિલા ડાયરેક્ટરનું પદ સંભાળવા માંગે છે.

7. કૃતિ ફૌજદાર
કૃતિ ઈસરોની એ ટીમનો અગત્યનો ભાગ છે જે મિશનને સફળ બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. કૃતિની ટીમ મિશનમાં આવાનાર તમામ મુસીબતો ઉપર નજર ટાંપીને બેઠી હોય છે.

8. ટેસી થોમસ
ટેસી આમ તો આરડીઓ માટે કામ કરે છે પરંતુ આ યાદીમાં તેમનું નામ હોવું અનિવાર્ય છે. ટેસીની દિવસ-રાતની મહેનતને કારણે ભારતને ICBMs ( ઈન્ટર કોન્ટિનેટલ, બૈલિસ્ટિક મિસાઈળ્સ) ક્લબનો ભાગ બનવાનો મોકો મળ્યો.

Post Comments