Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અસમમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં મૃત્યુઆંક 60 પહોંચ્યો, 10 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

- કાઝીરંગા નેશનલ પાર્કમાં પણ કેટલાય પશુઓના મૃત્યુ થયા

- 1,512 ગામ પાણીમાં ગરકાવ, 50,000 હેક્ટરમાં ઊગેલા પાકને નુકશાન

ગુવાહાટી, તા. 17 જુલાઇ 2017, સોમવાર 
 
અસમમાં 21 જિલ્લામાં 10 લાખથી વધારે લોકો પૂરથી અસરગ્રસ્ત થયા હોવાના રિપોર્ટ બાદ હવે પાણીનું સ્તર થોડું નીચે જતા પૂરની પરિસ્થિતિમાં સામાન્ય સુધાર જોવા મળ્યો છે. અસમ રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર મોરીગાંવ જિલ્લામાં એક વ્યક્તિના મૃત્યુ સાથે આ વર્ષે પૂરની ઘટનામાં મૃત્યુઆંક વધીને 60 સુધી પહોંચી ગયો છે. 
 
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં 38 ટકા ભાગ પાણીમાં ડૂબી ગયો છે જેના કારણે કેટલાક પશુઓના પણ મૃત્યુ થયા છે અને કેટલાક પશુઓ આસપાસના ઊંચાણવાળા વિસ્તારમાં જતા રહ્યા છે. એએસડીએમએ જણાવ્યું કે 1,512 ગામ પાણીમાં ગરકાવ છે અને લગભગ 50,000 હેક્ટરમાં ઊગેલો પાક પણ ડૂબી ગયો છે. એએસડીએમએએ જણાવ્યુ કે સરકાર પૂર પીડિતો માટે ચોખા, દાળ, મીઠું અને સરસવના તેલનું વિતરણ કરી રહી છે. 
Keywords 60,dead,in,assam,flood,

Post Comments