Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

6 ઉપ રાષ્ટ્રપતિઓને પણ રાષ્ટ્રપતિ બનવાની તક મળી હતી

- ભારતમાં ઉપ રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ તરીકે બેસાડવાની પરંપરા પણ જોવા મળતી

 

અમદાવદ, તા. 17 જુલાઈ 2017, સોમવાર

એક સમયે ભારતમાં ઉપ રાષ્ટ્રપતિને  રાષ્ટ્રપતિ તરીકે બેસાડવાની  પરંપરા પણ જોવા મળતી હતી. બનારસ યૂનિવસટીના વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા ડો સર્વપલ્લી રાધાકૃષ્ણન દક્ષિણી રાજય આંધ્રપ્રદેશમાંથી આવનારા પ્રથમ રાષ્ટ્પતિ હતા.

તેઓ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના સમયમાં લાંબા સમય સુધી ઉપ રાષ્ટ્રપતિ પણ રહયા હતા. રાધાકૃષ્ણન ૧૩ મે ૧૯૬૨માં રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ડો ઝાકિરહુસેન ઉપ રાષ્ટ્પતિ હતા તેઓને રાધાકૃષ્ણનના નિવૃત થયા પછી  રાષ્ટ્રપતિ થવાની તક મળી હતી.

ઇન્દિરા ગાંધીના ઉમેદવાર તરીકે જાણીતા વી.વી ગીરી પણ ઝાકિરહુસેનના સમય ગાળામાં ઉપ રાષ્ટ્રપતિ હતા. જયારે વી.વી ગીરીના સમયમાં ઉપ રાષ્ટ્રપતિ રહેલા ગોપાલ સ્વરુપ પાઠકને આ તક ના મળતા પહેલીવાર આ પરંપરા તૂટી હતી.

છેક ૧૯૮૨માં જ્ઞાની ઝૈલસિંગના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપતા આર વેંકટરામન ૧૯૮૭માં રાષ્ટ્રપતિ બન્યા હતા. વેંકટરામન પછી ઉપ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા ૧૯૯૨માં રાષ્ટ્રપતિ પદે આરુઢ થયા હતા.આ દરમિયાન ઉપ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવતા કે.આર નારાયણન પછીથી રાષ્ટ્રપતિ બન્યા હતા.

Post Comments