Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રેલવેના ખામીયુક્ત પાટાના કારણે છેલ્લાં ચાર વર્ષમાં ૧૬ ગંભીર અકસ્માત

- રેલવેના પાટાની જાળવણીમાં તંત્રની ઘોર બેદરકારી: કેગનો ઘટસ્ફોટ

- સંસદમાં કેગનો અહેવાલ રજૂ કરાયો, પાટા તૂટી જવાથી ૨૦૧૫માં ૨૭૪ અને ૨૦૧૬માં ૪૬૫ ગંભીર અકસ્માત

-  રેલવેના અનેક ઝોનમાં ગુણવત્તાયુક્ત પાટા નાંખવાનું કામ છેલ્લાં ૨૨ વર્ષથી આગળ નથી વધ્યું

નવી દિલ્હી, તા,૧૩ માર્ચ 2018, મંગળવાર

ભારતીય રેલવેના અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં બહાર આવ્યું છે કે, રેલવેના પાટાના મેઇન્ટેનન્સમાં ઘોર બેદરકારીઓ પ્રવર્તી રહી છે. એટલું જ નહીં, છેલ્લાં ઘણાં સમયથી ખામીયુક્ત પાટા શોધવા માટે હાઇટેક મશીનો ખરીદવાની પણ વાત ચાલી રહી છે. એ દિશામાં પણ આટલા રેલવે અકસ્માતો પછી ઝડપથી આગળ વધી શકાયું નથી.

આજે સંસદમાં રજૂ કરાયેલા અહેવાલ પ્રમાણે, વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ વચ્ચે પેસેન્જર ટ્રેન પાટા પરથી ખડી પડવાની ૧૬ ગંભીર ઘટના બની હતી. આ પ્રકારના અકસ્માતો ખામીયુક્ત પાટાના કારણે જ થયા હતા. રેલવેના દક્ષિણ પશ્ચિમ, ઉત્તર મધ્ય, પૂર્વ મધ્ય, દક્ષિણ પૂર્વ અને દક્ષિણ એમ ચારેય ઝોનમાં આ કામગીરીમાં ઉદાસીનતા પ્રવર્તી રહી છે. હાલ દેશભરમાં ખામીયુક્ત પાટાને ધ્યાનમાં રાખીને કુલ ૨૯૪ પરમેનેન્ટ સ્પિડ રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યા છે.

આ અહેવાલમાં પહેલી એપ્રિલ, ૨૦૧૬થી ૩૧મી માર્ચ, ૨૦૧૭ વચ્ચે કરાયેલા પાટાના મેઇન્ટેનન્સનું ઓડિટ સમાવવામાં આવ્યું છે. તેમાં કહેવાયું છે કે, રેલવે અધિકારીઓ દ્વારા પાટાનું નિયમિત ધોરણે નિરીક્ષણ પણ કરવામાં આવતું નથી. નિરીક્ષણ કરવામાં આવ્યા પછી પાટાને વધુ યોગ્ય બનાવવાની દિશામાં નક્કર કામ પણ કરવામાં આવતું નથી.

કેગના અહેવાલે ચોંકાવનારા આંકડા આપતા કહ્યું છે કે, ૨૦૧૫માં પાટામાં તિરાડો પડવાની કે તૂટી જવાના ૨૭૪ કેસ નોંધાયા હતા, જ્યારે ૨૦૧૬માં એ આંકડો વધીને ૪૬૫ સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન પાટાની ખામીના કારણે કુલ સાત ગંભીર અકસ્માત સર્જાયા હતા.

કેગના અહેવાલ પ્રમાણે, જો કોઇ ઇમર્જન્સીની સ્થિતિ સર્જાય તો રેલવેના પેટ્રોલમેન પાસે કોમ્યુનિકેશનના સાધનો પણ નથી. ખાસ કરીને પાટા તૂટી જવા કે નુકસાન થાય ત્યારે પેટ્રોલમેને જવાબદાર અધિકારીને તાત્કાલિક ધોરણે જાણ કરવાની હોય છે. નિયમ પ્રમાણે, પાટાનું નિરીક્ષણ કરવા માટે અલ્ટ્રાસોનિક ફ્લો ડિટેક્શન મશીનનો ઉપયોગ કરવાનો હોય છે, પરંતુ એ થતો નથી. દેશના કેટલાક ભાગમાં તો રેલવેના પાટા યોગ્ય કરવાનું કામ છેલ્લાં ૨૨ વર્ષથી લટકી ગયું છે.

Post Comments