Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તમિલનાડુ: તિરુવિસાનાલૂરના પ્રાચીન મંદિરમાં 1400 વર્ષ જૂની સૂર્ય ઘડિયાળ છે

- સૂર્યના કિરણો સોય પર પડે કે તરત જ તેનો પડછાયો સમય દર્શાવે છે

ચેન્નાઇ, તા. 11 સપ્ટેમ્બર, 2017, સોમવાર

તમિલનાડુના તંજાવર જિલ્લાના તિરુવિસાનાલૂરના શિવોગીનાથર મંદિરમાં 1400 વર્ષ જુની સૂર્ય ઘડિયાળ સમય બતાવે છે. મંદિરની દિવાલથી ૩૫ ફૂટ ઉંચાઇ પરની આ ઘડિયાળ ચૌલ રાજાઓના અસિમજ્ઞાાન અને વૈજ્ઞાાનિક દ્વષ્ટીકોણની સાબીતી આપે છે. પ્રાચીન સમયમાં ઘડિયાળો પાવર કે ચાવીથી નહી પરંતુ સોલાર સિસ્ટમથી ચાલતી હતી.

દિવાલ પર ગ્રેનાઇટથી કોતરવામાં આવેલી આ અર્ધમંડળ ઘડિયાળની પિતળની સોય પર સૂર્યના કિરણો પડે કે તરત જ ચળકાટના લીધે સમય દર્શાવા લાગે છે. આ માટે ત્રણ ઇંચ લાંબી પિતળની સોયને ક્ષિતિજ રેખાના કેન્દ્રમાં સ્થિર રાખવામાં આવે છે.

જો કે આ એક સોલાર ઘડિયાળ રાત્રીનો સમય બતાવતી નથી.એક જમાનામાં મંદિર આવતા ભકતો સવારે ૬ વાગ્યાથી માંડીને સાંજના ૬ વાગ્યા સુધીનો સમય ઘડિયાળ જોઇને દિનચર્યા સેટ કરતા હતા. આ ઘડિયાળમાં જોવા મળતા અંગ્રેજી નંબરો બ્રિટીશરોએ પોતાની સુવિધા ખાતર સામેલ કર્યા હોવાનું માનવામાં આવે છે.૧૪૦૦ વર્ષ જુના આ મંદિરમાં સૂર્ય ઘડિયાળ આજે પણ લોકોનું આકર્ષણ છે.

સમયની સાથે પિતળની સોયનો ચળકાટ ઝાંખો પડયો હોવાથી ઘડિયાળની મરામતની જરુરીયાત છે.પ્રાચીન સમયમાં અનેક લોકો આ સૂર્ય ઘડિયાળ સમક્ષ બેસીને તપ કરતા હતા.વિશ્વમાં આધુનિક ઘડિયાળની શોધ થઇ ન હતી ત્યારે સમય જાણવા માટે સોલાર ઘડિયાળનો ઉપયોગ થતો હતો.પ્રાચિન વૈદિકકાળમાં સોલાર ઘડીનો ઉલ્લખે જોવા મળે છે.દિલ્હીની જંતર મંતર વેધશાળા એક ગોળાકાર અને સૌર ઘડિયાળનું વિશાળ સ્વરુપ છે.

Post Comments