Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પંજાબ નેશનલ બેંક સાથે અધધ ૧૧૪૦૦ કરોડની છેતરપીંડી

- પંજાબ નેશનલ બેંકે સીબીઆઇ સમક્ષ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી

- મુંબઇની અમારી બ્રાંચના કેટલાક ચોક્કસ ખાતાઓમાં છેતરપીંડી થઇ છે : પીએનબી

- શેર ખાતા ધારકોએ પૈસા જમા ન કર્યા હોવાની શક્યતા, લેટર ઓફ ક્રેડિટના દુરુપયોગની શક્યતા

- પીએનબીના ૨૮૦ કરોડના આવા જ એક કેસમાં જ્વેલરી ડિઝાઇનર નિરવ મોદીની તપાસ ચાલી રહી છે

- બીએનબીના શેરમાં ૧૦ ટકાનું ગાબડુ પડતા ૧૪૫.૮૦ની સપાટીએ ઉતરી આવ્યો

નવી દિલ્હી, તા. ૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

પંજાબ નેશનલ બેંકે પોતાની મુંબઇ સ્થિત એક બ્રાંચમાં આચરવામાં આવેલું આશરે ૧૧૪૦૦ કરોડનું કૌભાંડ પકડી પાડયું છે. પંજાબ નેશનલ બેંકે સ્ટોક એક્સચેંજ અને સીબીઆઇને જણાવ્યું છે કે મુંબઇની અમારી બ્રાંચમાં આશરે ૧૧૪૦૦ કરોડ રૃપિયાની ગેરરીતી સામે આવી છે. આ કૌભાંડની અસર અન્ય બેંકો પર પણ જોવા મળી શકે છે. દરમિયાન પંજાબ નેશનલ બેંકે અન્ય એક કૌભાંડમાં પણ કાર્યવાહી કરી છે.

આ બીજો મામલો જ્વેલરી ડિઝાઇનર નિરવ મોદી સાથે જોડાયેલો છે. સીબીઆઇએ નીરવ મોદી તેના ભાઇ નિશાલ મોદી અને પંજાબ નેશનલ  બેંકના અધિકારીઓ વિરુદ્ધ આશરે ૨૮૦.૭ કરોડ રૃપિયાની છેતરપીંડીનો કેસ દાખલ કર્યો છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે બીજા કેસમાં પણ નિરવ મોદી સામેલ છે કે કેમ તેની તપાસ પણ ચાલી રહી છે.
પંજાબ નેશનલ બેંકે જણાવ્યું હતું કે કેટલાક ચોક્કસ ખાતાઓ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. બેંકે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ ચાલી રહી છે, અને વધુ માહિતી હજુ પણ બહાર આવશે.

દરમિયાન પંજાબ નેશનલ બેંકના શેરમાં ૧૦ ટકાનું ગાબડુ પડતા ૧૪૫.૮૦ની સપાટીએ ઉતરી આવ્યો હતો. બીજી બાજુ સીબીઆઇએ જણાવ્યું છે કે અમને પંજાબ નેશનલ બેંક તરફથી બે ફરીયાદો મળી છે. એક ફરીયાદ જ્વેલરી ડિઝાઇનર નિરવ મોદી અને એક ફરીયાદ જ્વેલરી કંપની વિરુદ્ધ મળી છે. પબ્લિક સેક્ટરની બેંકમાં ગઇ રાત્રે આ ગેરકાયદે ટ્રાંઝેક્શન થયું છે. સીબીઆઇએ હાલ કોઇ જ વધુ માહિતી આપવાની ના પાડી દીધી છે અને દાવો કર્યો છે કે તેનાથી તપાસને અસર થઇ શકે છે.

પંજાબ નેશનલ બેંક પહેલાથી જ આ કૌભાંડની તપાસ કરી રહી હતી. એજન્સીના સુત્રોએ જણાવ્યું હતું કે પહેલા જ પંજાબ નેશનલ બેંક સાથે છેતરપીંડિના એક કેસમાં મોદી વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. હાલ આ મામલાની તપાસ સીબીઆઇ ઉપરાંત ઇડી પણ કરી રહી છે. નોંધનીય છે કે નિરવ મોદી જ્વેલરી ડિઝાઇનર છે અને સેલિબ્રિટિઓમાં સ્થાન ધરાવે છે.

તેઓ વિશ્વના ડાયમંડ કેપિટલ તરીકે પ્રખ્યાત બેલ્જિયમના એન્ટવર્પમાં મોટા થયા છે. બાદમાં તેઓએ પોતાનો બિઝનેસ શરુ કર્યો અને બ્રાન્ડનું નામ નીરવ મોદી આપ્યું છે. તેમનું નામ આ પહેલા આ જ મહિનામા સીબીઆઇએ એક ફરીયાદ દાખલ કરી તેમાં સૌપ્રથમ સામે આવ્યું હતું. આ ઉપરાંત ગિતાંજલીનામની જ્વેલરીની સ્ટોરની પુરી ચેઇન ચલાવે છે. આ બીજી ફરીયાદ આશરે ૨૮૦ કરોડ રૃપિયાના કૌભાંડ સાથે સંકળાયેલી છે.

આ રીતે કૌભાંડ આચર્યું હોવાની શક્યતા, ઇડી-સીબીઆઇ તપાસ કરશે

હાલ સીબીઆઇએ સત્તાવાર રીતે કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું છે તેની જાણકારી નથી આપી પણ એવા અહેવાલો છે કે બેંકમાં ખાતાઓ દ્વારા લેટર ઓફ ક્રેડિટ અથવા તો શેર ખાતા દ્વારા કૌભાંડ આચર્યું હોઇ શકે છે. પંજાબ નેશનલ બેંક સાથે છેતરપીંડીના બે કેસ સામે આવ્યા હતા. અગાઉ જે કેસ સામે આવ્યો તે ૨૮૦ કરોડના ટ્રાંઝેક્શનનો છે જ્યારે બીજો કેસ ૧૧૪૦૦ કરોડનો છે.

આ બન્ને કેસ જુદા છે કે એક તે અંગે બેંકે હજુસુધી કોઇ સ્પષ્ટતા નથી કરી. સામાન્ય રીતે કોઇ બેંકમાં બે રીતે પૈસાનું આદાન પ્રાદાન થાય છે. પહેલુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા અને બીજુ બેંકના ગ્રાહકો જે પૈસા જમા કરે છે તે દ્વારા. બેંકમાં શેર ધારકોના ખાતા પણ હોય છે. ઉપરાંત લેટર ઓફ ક્રેડિટના આધારે પૈસા ચુકવવાની જવાબદારી બેંકો લેતી હોય છે.  આ કેસમાં પણ એવુ થયું હોઇ શકે છે. શેર હોલ્ડર્સે પૈસા તો ઉપાડયા પણ જમા નહીં કરાવ્યા હોઇ. અથવા તો લેટર ઓફ ક્રેડિટના લાભો લીધા બાદ પરત ચુકવણી નહીં કરી હોય.  

માલ્યા બાદ વધુ એક મોટી છેતરપીંડી, અંતે નુકસાન તો પ્રજાને જ થવાનું?

વિજય માલ્યાએ બેંકો પાસેથી આશરે ૯ હજાર કરોડ રૃપિયાની લોન લીધી છે અને લંડન ફરાર થઇ ગયો છે. માલ્યાએ જે પૈસા લીધા તેમાંથી એક પણ રૃપિયો પરત નથી કર્યો, જેને પગલે આ પૈસાનો બોજ આડતરી રીતે પ્રજા પર જ આવવાનો છે. આવી જ રીતે પંજાબ નેશનલ બેંક સાથે જે છેતરપીંડીનો કેસ ચાલી રહ્યો છે તેમાં પણ બેંકને આશરે ૧૧૪૦૦ કરોડ રૃપિયાનું નુકસાન ભોગવવાનું થઇ શકે છે.

અને આ નુકસાન પણ અંતે પ્રજાએ ભોગવવાનું થઇ શકે છે. એવા દાવા થઇ રહ્યા છે કે જનતાના દર ૧૦૦ રૃપિયામાંથી આશરે ૩૦ રૃપિયા ગાયબ થઇ ગયા છે. આ નુકસાન બેંકના જે ખાતા ધારકો છે તેમને ભોગવવું પડી શકે છે. બેંક એનપીએમાં પણ આ બોજને નાખી શકે છે. જેથી તેની ભરપાઇ અંતે પ્રજાના પર પણ નાખવામાં આવતી હોય છે.

Post Comments