Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમરનાથ યાત્રા માટે ૧.૭૦ લાખ યાત્રિકો નોંધાયા : ૨૮મી જૂનથી પ્રારંભ

- ૧.૩૯ લાખ સાદા, ૨૮,૫૧૬ હેલિકોપ્ટરથી અને ૨૧૨૨ વિદેશી યાત્રીઓ દર્શન લાભ લેશે

(પી.ટી.આઇ.)    જમ્મુ, તા. ૧૬ મે 2018, બુધવાર

દક્ષિણ કાશ્મીરમાં આવેલા યાત્રાધામ અમરનાથ માટે અત્યાર પર્યન્ત ૧.૭૦ લાખ યાત્રીઓની નોંધણી થઈ ચૂકી છે અને હાલ પણ ચાલુ છે તેમ અધિકારીઓએ માહિતી આપી હતી.

અધિકારીઓના મતે ૧.૩૯ લાખ યાત્રીઓને પદયાત્રા રૃટ માટે નોંધાયા છે. ૨૮,૫૧૬ યાત્રીઓ હેલિકોપ્ટર માર્ગે યાત્ર માટે નોધાયા છે જ્યારે ૨૧૨૨ વિદેશી યાત્રીઓ અને નોંધણી કરાવી છે. આ વખતે ૨૦ દિવસ લાંબી છે જે ૨૮મી જૂને ચાલુ થઈને ૬૦ દિવસ સુદી ચાલશે અને ૨૬ ઓગસ્ટ અને રક્ષાબંધને પૂર્ણ થશે. યાત્રીઓની નોંધણીનું કાર્ય ૧ માર્ચથી ચાલુ થયું હતું.

દેશભરમાં પંજાબ નેશનલ બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક અને યસ બેંકની દેશભરની ૪૪૦ શાખાઓમાં યાત્રીઓની નોંધણી ચાલુ છે. ૧૩ વર્ષથી નીચેની અને ૭૫ વર્ષથી ઉપરની વ્યક્તિઓની નોંધણી થતી નથી. તમામ યાત્રી માટે 'હેલ્થ સર્ટિફિકેટ' હોવું જરૃરી છે. હેલિકોપ્ટરની એડવાન્સ ટિકિટની નોંધણી ૨૭ એપ્રિલથી ચાલુ છે જ્યારે યાત્રાના ગાળા દરમ્યાન 'ઓન ધ સ્પોટ' નોંધણી માટે જમ્મુમાં વૈષ્ણવી ધામ, સરસ્વતી ધામ, જમ્મુ હાટ અને ગીતા ભવન, રામમંદિરે વ્યવસ્થા કરાઈ છે.

Post Comments